Pre-Approved Loan : નાણાકીય સંકટ હોય ત્યારે લોન એ મોટો આધાર બને છે. લોકો ધંધો કરવા, ઘર ખરીદવા કે વાહન ખરીદવા માટે લોન લેતા હોય છે. ઘણી વખત લોન માટે વ્યક્તિને બેંકના ચક્કર લગાવવા પડે છે. બીજી તરફ બેંકો પોતે આગળ આવીને કેટલાક લોકોને લોન આપે છે. તેનું કારણ એ છે કે બેંકો એવા લોકોને લોન આપવાનું પસંદ કરે છે જેઓ લોનના હપ્તા સમયસર ભરી રહ્યા છે. બેંકો માને છે કે આર્થિક રીતે મજબૂત અને જાગૃત લોકો લોન ડિફોલ્ટ ઘટાડે છે. ઘણી બેંકો લોન આપવા માટે આર્થિક રીતે મજબૂત લોનધારકોનો સંપર્ક કરે છે અને તેમને લોન ઓફર કરે છે. જ્યારે બેંકો પોતે લોન આપવા માટે લોન લેનારાઓનો સંપર્ક કરે છે ત્યારે તેને પ્રિ એપ્રૂવ્ડ લોન કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


જાણો કુટુંબ પેન્શન મેળવવા માટેના નિયમો, દીકરીઓને પણ પરિવારમાં મળે છે આ હક


Indian Railways: રેલ્વેને થયો સૌથી મોટો ફાયદો, હવે સીનિયર સિટીઝન્સની મળી શકે છે લાભ


Taxને લઈ સરકારનો મોટો નિર્ણય, આ લોકોએ પણ આપવો પડશે 30 % ટેક્સ, નહીં મળે હવે છૂટ


પ્રિ એપ્રૂવ્ડ લોન શું છે?
જો બેંક તમને પ્રિ એપ્રૂવ્ડ લોન  ઓફર કરે છે, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારા વિશે બધું જ જાણે છે. પ્રિ એપ્રૂવ્ડ લોન હેઠળ, બેંક સામાન્ય રીતે ઉધાર લેનારની ક્રેડિટ યોગ્યતા અગાઉથી જાણે છે. ઉદાહરણ તરીકે, બેંકો તમારા ક્રેડિટ સ્કોર અને આવક વિશે જાણે છે. જો કે, તેમને હજુ પણ ITR રિટર્ન અને નવીનતમ આવકના પુરાવા જેવા દસ્તાવેજોની પુન:ચુકવણી ક્ષમતા અને વર્તમાન આવકની સ્થિતિ ચકાસવાની જરૂર પડી શકે છે.


ઉદાહરણ તરીકે, તમે પ્રિ એપ્રૂવ્ડ હોમ લોન, કાર લોન, બાઇક લોન અને વ્યક્તિગત લોન માટે ઑફરો મેળવી શકો છો. પરંતુ આમાં સાવચેતી રાખવાની પણ જરૂર છે. પ્રી-એપ્રૂવ્ડ લોનના નામે પણ ઘણીવાર છેતરપિંડી કરવામાં આવે છે. જે લોકોની નાણાકીય સ્થિતિ સારી છે તે લોકોને પ્રિ એપ્રૂવ્ડ લોનની ઓફર મળવાની શક્યતા વધુ છે. પ્રિ એપ્રૂવ્ડ લોન મોટે ભાગે ઉચ્ચ ક્રેડિટ સ્કોર, શૂન્ય લોન ડિફોલ્ટ ઇતિહાસ, ITR મુજબ ઊંચી આવક ધરાવતી વ્યક્તિઓને આપવામાં આવે છે.


પહેલા લોનની ઓફર તપાસો?
બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સામાન્ય રીતે તેમના ગ્રાહકોને વિવિધ પદ્ધતિઓ જેમ કે ઈમેલ, વોટ્સએપ મેસેજ, એસએમએસ અને ગ્રાહકના મોબાઈલ/ઓનલાઈન બેંકિંગ પ્લેટફોર્મ દ્વારા ઓફર વિશે માહિતગાર કરે છે. આ સિવાય બેંકની કસ્ટમર સપોર્ટ ટીમ પણ તમને કોલ કરી શકે છે. તમે લોન એગ્રીગેટરની ઓનલાઈન મુલાકાત પણ લઈ શકો છો જ્યાં તમે એક જ જગ્યાએ તમામ પ્રિ એપ્રૂવ્ડ લોન ઑફર્સ મેળવી શકો છો.