સૈન ફ્રાંસિસ્કો: માઇક્રોસોફ્ટે સત્તાવાર રીતે એ વાતની જાહેરાત કરી છે કે તે વીડિયો-શેરીંગ પ્લેટફોર્મ ટિકટોકના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ઓપરેશનને ખરીદવા માટે વાતચીત કરી રહી છે. માઇક્રોસોફ્ટના સીઇઓ સત્યા નડેલા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે મુલાકાત બાદ જાહેરાત કરવામાં આવી છે. માઇક્રોસોફ્ટે સોમવારે એક બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે માઇક્રોસોફ્ટ અમેરિકામાં ટિકટોકને ખરીદવા માટે આગળની વાતચીત કરવા માટે પુરી તૈયાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ કહ્યું માઇક્રોસોફ્ટ રાષ્ટ્રપતિની ચિંતાઓના મહત્વને અમે સારીપેઠે સમજીએ છીએ. અમે સંપૂર્ણ સુરક્ષા રિવ્યૂ માટે ટિકટોકને અધિગ્રહિત કરવા અને અમેરિકાને આર્થિક લાભ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. માઇક્રોસોફ્ટની માફક આ સત્તાવાર જાહેરાત તે રિપોર્ટ બાદ કરવામાં આવી છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટિકટોકને તાત્કાલિક બેન કરવાની જાહેરાત બાદ માઇક્રોસોફ્ટે ચીની એપ ટિકટોકને ખરીદવાની વાતચીત પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકામાં 8 કરોડ ટિકટોકના 8 કરોડ મંથલી યૂઝર્સ છે. 


વોલસ્ટ્રીટ જનરલમાં પ્રકશિત રિપોર્ટ અનુસાર માઇક્રોસોફ્ટે કહ્યું કે ટિકટોકની મૂળ કંપની બાઇટડાન્સની સાથે તાત્કાલિક વાતચીતને આગળ વધારવામાં આવશે. આ વાતચીત થોડા અઠવાડિયામાં પુરી કરવામાં આવશે. કંપનીએ કહ્યું કે તે કોઇપણ પરિસ્થિતિમાં આ સોદાને 15 સપ્ટેમ્બર 2020 સુધી પુરો કરશે. 


આ પ્રક્રિયા દરમિયાન, માઇક્રોસોફ્ટ અમેરિકન સરકાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત ચાલુ રાખશે. બાઇટડાન્સ સાથે વાતચીતની અધિસૂચનાને માઇક્રોસોફ્ટ અને બાઇટડાન્સ દ્વારા સંયુક્તરૂપથી અમેરિકામાં વિદેશી રોકાણ સમિતિ સામે રજૂ કરવામાં આવી છે. બંને કંપનીઓએ ટિકટોકના અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ ઓપરેશન ખરીદવા માટે પ્રસ્તાવિત સોદા વિશે જાણકારી આપી છે. તેના પરિણામસ્વરૂપ માઇક્રોસોફ્ટ આ બજારોમાં ટિકટોક પર સ્વામિત્વ હશે. 


માઇક્રોસોફ્ટે કહ્યું કે તે આ સોદા માટે અન્ય અમેરિકન રોકાણકારોને પણ આમંત્રિત કરશે. માઇક્રોસોફ્ટએ કહ્યું કે તે એ સુનિશ્વિત કરશે કે ટિકટોકના અમેરિકી યૂઝર્સના પ્રાઇવેટ ડેટા અમેરિકામાં લાવવામાં આવશે અને અહીં રાખવામાં આવશે. કંપની આગળ કહ્યું કે અમેરિકાથી બહાર રાખેલાડેટાને, માઇક્રોસોફ્ટ ટ્રાંસફર કર્યા બાદ તેને વિદેશી સર્વર પરથી ડિલેટ કરી દેવામાં આવશે.  


ગત અઠવાડિયે ટિકટોકએ દુનિયાભરમાં પોતાના ક્રિએટર્સ માટે આગામી ત્રણ વર્ષ દરમિયાન 2 અરબ ડોલરના નાણાકીય પોષણની જાહેરાત કરી હતી. ટિકટોકએ પોતાના ઉપર કોઇ ચીની સરકારના નિયંત્રણની વાત સાથે પણ મનાઇ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર