Gujarat farmers: વર્તમાન માર્કેટિંગ વર્ષમાં (એપ્રિલ 2023-માર્ચ 2024), સરકારે અત્યાર સુધીમાં 41 લાખ ટન ઘઉં સીધા ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદ્યા છે, જે એક વર્ષ પહેલા કરતાં 18 ટકા ઓછા છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અશોક કે મીનાએ જણાવ્યું હતું કે ઘઉંની સરકારી ખરીદીમાં ઘટાડો મુખ્યત્વે કમોસમી વરસાદને કારણે લણણીમાં વિલંબ અને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની મંડીઓમાં ઓછી આવકને કારણે થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીનાએ જણાવ્યું હતું કે, "ચાલુ માર્કેટિંગ વર્ષમાં 16 એપ્રિલ સુધી ઘઉંની ખરીદી 4.1 મિલિયન ટન સુધી પહોંચી ગઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં 5 મિલિયન ટનની ખરીદી કરતાં થોડી ઓછી છે." જો કે, તેમણે આશા વ્યક્ત કરી કે આગામી દિવસોમાં સરકારી ખરીદીમાં તેજી આવશે અને કહ્યું કે પંજાબ અને હરિયાણાની મંડીઓમાં ઘઉંનું આગમન વધુ સારું થશે.


COVID-19 રોગચાળો ક્યારે સમાપ્ત થશે? દેશ ફરી વાઇરસની લપેટમાં, એલર્ટ જારી


ચર્ચિત લાંચ કેસમાં એડિશનલ કમિશનર સંતોષ કરનાનીને મોટો ઝટકો, SCએ રદ્દ કર્યા જામીન


'ગુજરાત મોડલ' કર્ણાટકમાં BJP ને ભારે પડશે? અઠવાડિયામાં 8 દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી


FCI એ રાષ્ટ્રીય નોડલ એજન્સી છે જે રાજ્ય એજન્સીઓના સહયોગથી MSP પર ઘઉંની ખરીદી કરે છે. આ ખરીદી ઉત્પાદક ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટે બફર સ્ટોક જાળવવા માટે કરવામાં આવે છે. સરકારે માર્કેટિંગ વર્ષ 2023-24 માટે 34.2 મિલિયન ટન ઘઉંની ખરીદીનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જ્યારે 2022-23ની સિઝનમાં 19 મિલિયન ટનની ખરેખર ખરીદી કરવામાં આવી હતી.


ગત વર્ષે હીટ વેવને કારણે સ્થાનિક ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થવાને કારણે ઘઉંની ખરીદીમાં ઘટાડો થયો હતો. જો કે, આ વર્ષે ઘઉંનું ઉત્પાદન રેકોર્ડ 112.18 મિલિયન ટન થવાનો અંદાજ છે અને સરકાર તાજેતરના કમોસમી વરસાદ છતાં લક્ષ્ય હાંસલ કરવાનો વિશ્વાસ ધરાવે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube