નવી દિલ્હીઃ રિકરિંગ ડિપૉઝિટના વિકલ્પ સાથે, તમે દર મહિને નિશ્ચિત રકમ જમાવી શકો છો. જેમાં તમને સારું એવું વ્યાજ મળશે. આરડીને ઓફલાઈન અથવા મોબાઈલ બેકિંગથી યૂઝ કરી શકાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિકરિંગ ડિપોઝીટ પ્લાન મુજબ નાના મંથલી ડિપોઝીટ જનરેટ કરવાની પ્રક્રિયાની મદદથી ગ્રાહકને મેચ્યોરીટી પર એક સારી મોટી રકમ મળી શકે છે. રિકરિંગ ડિપોઝીટ માટે ઈન્ટ્રસ્ટ રેટ્સની ત્રિમાસિકના આધારે કમ્પાઉન્ડ કરવામાં આવે છે.


ઘણી બધી બેન્કોની રિકરિંગ ડિપોઝીટ છ મહિનાથી લઈને દસ વર્ષ સુધીની હોય છે. આ સમયગાળા દરમિયાન ઈન્ટ્રસ્ટ રેટ નક્કી કરવામાં આવે છે. ફિક્સડ ડિપોઝીટ અંતર્ગત પ્રિન્સિપલ રકમનું ભુગતાન મેચ્યોરીટી પર કરવામાં આવે છે. અને તમે નક્કી કરી શકો છો કે તમારે રેગ્યુર ઈન્ટરવલ પર પૈસા જોઈએ છે કે એક વખતમાં પુરી રકમ જોઈએ છે.


ઈન્ટ્રસ્ટ રેટ બેન્ક અને તમારા દ્વારા પસંદ કરવામાં આવેલા ટાઈમ ઈન્ટરવલ પર ડિપેન્ડ કરે છે. 


SBI
12 મહિનાથી લઈને 120 મહિનાની અવધિ માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં 6.25થી 6.75 % નું વ્યાજ મળે છે. જ્યારે, ઓછામાં ઓછી ડિપોઝીટ રકમ 100 રૂપિયા છે. 


આ પણ વાંચોઃ કરદાતાને ભેટ! ઇનકમ ટેક્સમાં છૂટની મર્યાદા વધારીને 5 લાખ કરી શકે છે નાણામંત્રી


PNB
પીએનબીમાં 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધી રિકરિંગ ડિપોઝીટ 5.5 ટકા અને 7.25 ટકા સુધીનું વ્યાજ મળે છે. 


HDFC 
એચડીએફસી બેન્કનું વ્યાજ 6 મહીનાથી લઈને 120 મહિના સુધી હોય છે. 4.5 ટકાથી 7 ટકા સુધીના ઈન્ટ્રસ્ટ રેટ મળે છે.


યસ બેન્ક
યસ બેન્કમાં 6 મહિનાથી લઈને 10 વર્ષ સુધીનો સમયગાળો છે. આરડીમાં 5.75થી 7.50 ટકા સુધીનું વ્યાજ મળે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube