Darshan Mehta success story: ઈશા અંબાણી આજે કોઈ ઓળખાણને મોહતાજ નથી. આજે રિલાયન્સમાં તે ઝંડા ગાડી રહી છે. ભલે એમના લગ્ન થઈ ગયા છે પણ મુકેશ અંબાણીની દીકરીએ આજે પણ રિલાયન્સમાં એટલી જ સક્રિય છે. ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ સફળતાની સીડી ચઢી રહી છે. પરંતુ અંબાણીની દીકરીની આ સફળતા પાછળ એક વ્યક્તિનો મોટા હાથ છે. જે તેમને ડગલે ને પગલે સલાહ આપી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત


મુકેશ અંબાણીએ દીકરીના હાથમાં બિઝનેસ સોંપ્યો ત્યારે તેમને વિશ્વાસ હતો કે દીકરીમાં પણ એમના જ ગુણ છે. જે કારોબારને સારી રીતે સમજે છે અને કંપનીને એક સમયે નફાકારક બનાવી દેશે. ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ પણ રિલાયન્સની અન્ય કંપનીઓની જેમ સફળતાના શિખરોને સ્પર્શી રહી છે. ઈશા 8.381 લાખ કરોડના પ્રી-મની ઇક્વિટી વેલ્યુએશન સાથે RRVL દેશની ટોચની ચાર કંપનીઓમાં સામેલ છે. જે ઈશાની સફળતા દેખાડે છે. 


કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા
શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર


ઈશા અંબાણીએ યેલ અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ઈશા અંબાણીની RRVL કંપનીની સફળતામાં ઈશાની સાથે એક અન્ય વ્યક્તિનો પણ સિંહ ફાળો છે. જે ઈશાની સાથે જ હોય છે અને લાખો રૂપિયાનો પગાર લઈ રહ્યાં છે. 


આરબીએલના ચેરમેન દર્શન મહેતા ઈશાનો રાઇટ હેન્ડ છે 
નામ છે એમનું દર્શન મહેતા, RRVLની સિસ્ટર કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ (RBL) ના ચેરમેન અને MD છે. દર્શન મહેતા જે ઈશાને દરેક બાબતમાં મદદ કરે છે. દર્શન મહેતા વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને RBLને ભારતની પ્રીમિયમ લક્ઝરી બ્રાન્ડ બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા ભજવી છે. દર્શન મહેતાની વ્યૂહરચનાને કારણે જ્યોર્જિયો અરમાની, બોટ્ટેગા વેનેટા, જિમી ચૂ અને બરબેરી જેવી 50થી વધુ આંતરરાષ્ટ્રીય હાઈ-એન્ડ બ્રાન્ડ્સ ભારતીય બજારનું ગૌરવ બની ગઈ છે.


Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
મહા શિવરાત્રિ પર આ ચમત્કારી ઉપાયથી વરસશે મહાદેવની કૃપા, ધન-સંપત્તિની નહી વર્તાય તંગી


RBLનો 2.6 લાખ કરોડનો બિઝનેસ
RBLને ટોચ પર લઈ જવા માટે દર્શને તેના અનુભવ સાથે તેની કુશળતાનો ખૂબ જ સારી રીતે ઉપયોગ કર્યો છે. દર્શન મહેતા 2007માં RBLમાં જોડાયા હતા.  કંપનીએ નાણાકીય વર્ષ 2022-2023માં રૂ. 2.6 લાખ કરોડનો બિઝનેસ કર્યો હતો.


તમારા બાળકને ચોકલેટ બદલે આપો આ વસ્તુ, સ્વાસ્થ્યનો છે ખજાનો, ફાયદા જાણશો તો ચોંકી જશો
તમારું બાળક વધુ ચોકલેટ ખાય છે તો થઇ જાવ સાવધાન, નહીંતર ગંભીર બિમારીનો બનશે શિકાર


આ છે દર્શન મહેતાનો પગાર
ઈશા અંબાણીની કંપની સાથે, દર્શને ત્રિકાયા ગ્રે એડવર્ટાઈઝિંગમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે પણ કામ કર્યું હતું. જો કે, કંપની હવે WPP દ્વારા હસ્તગત કરવામાં આવી છે. ઈશા અંબાણીના બિઝનેસમાં દર્શન મહેતા ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 2020-2021માં દર્શનનો પગાર વાર્ષિક રૂ. 4.89 કરોડ હતો.


Mahashivratri 2024: ભોલેનાથના શિવલિંગ પર અર્પણ કરો આ 5 વસ્તુ, ભક્તો પર વરસશે વિશેષ કૃપા
શિવરાત્રી પર ભોલેનાથને પ્રસન્ન કરવાના 10 ઉપાયો, સમસ્યા ભાગશે અને મનોકામના થશે પૂર્ણ!