મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત

Maruti Suzuki Alto K10:  તમે પણ કાર લેવાનું વિચારી રહ્યા હો તો તમે જરા આ મોડલના પણ ભાવ ચેક કરી લેજો. મારૂતિ સુઝુકી (Maruti Suzuki)એ તત્કાલ પ્રભાવથી પોતાની સસ્તી હેચબેક અલ્ટો કે 10 (Alto K10)ના ભાવમાં ફેરફાર કર્યો છે. કંપનીએ તેના કેટલાક વેરિએન્ટના ભાવમાં ઘટાડો કર્યો છે. આવો અલ્ટો K10 (Alto K10) ના ભાવમાં થયેલા ફેરફાર પર એક નજર કરીએ. 

કિંમતમાં થયો ઘટાડો

1/5
image

અલ્ટો કે 10 (Alto K10) રેંજમાં  VXi AGS અને  VXi+ AGS વેરિએન્ટની કિંમતોમાં 5,000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આ વેરિન્ટની કિંમત હવે ક્રમશ: 5.56 લાખ અને 5.85 લાખ રૂપિયા (એક્સ-શો રૂમ) છે. તમારા માટે આ સારા સમાચાર છે કે તેના ભાવમાં ઘટાડો થયો છે. 

ચાર વેરિએન્ટમાં મોડલ

2/5
image

આ ઉપરાંત અલ્ટો કે 10  (Alto K10) ના અન્ય વેરિએન્ટની કિંમતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અલ્ટોના કે 10 એક્સ શોરૂમની કિંમત 3.99 લાખ રૂપિયાથી શરૂ થઇને 5.96 લાખ રૂપિયા સુધી જાય છે. આ હેચબેકને કંપની ચાર વેરિએન્ટ Std, LXi, VXi અને  VXi+ માં વેચી રહી છે. 

આ છે ખાસિયાતો

3/5
image

અલ્ટો કે 10 ની સૌથી મોટી ખાસિયત તેની ફ્યૂલ એફિસિએન્ટ એન્જીન છે જે પેટ્રોલ અને સીએનજી બંનેમાં સારી માઇલેજ આપે છે. અલ્ટો કે 10 માં કંપનીએ 999 સીસીનું 1-લીટરનું સીરીઝ પેટ્રોલ એન્જીન આપ્યું છે જે 67 બીએચપીની પાવર અને 89 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. 

સૌથી સસ્તી કાર

4/5
image

આ કાર પેટ્રોલમાં 24 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજીમાં 35 કિલોમીટરની માઇલેજ આપે છે. એટલે કે અલ્ટો કે 10 ને ચલાવવાનો ખર્ચ એક બાઇક જેટલો છે. આમ કાર બહુ જ સસ્તી પડે છે. 

આ મળશે ફિચર્સ

5/5
image

જો ફીચર્સની વાત કરીએ તો તેમાં 7 ઇંચની ટચસ્ક્રીન ઇંફોટેનમેન્ટ સિસ્ટમ, એપ્પલ કારપ્લે, એંડ્રોઇડ ઓટો, ચાવી વિના એન્ટ્રી, ડિજીટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, સ્ટીયરિંગ-માઉંટેડ કંટ્રોલ, મેન્યુઅલ રૂપથી એડજસ્ટેબલ ઓઆરવીએમ જેવા ફીચર્સ મળી જાય છે.