નવી દિલ્હી: યસ(Yes) બેંકના પ્રમુખ રાણા કપૂરના ઉત્તરાધિકારીની તપાસ માટે શોધ અને પસંદગી સમિતિએ અનેક નામો પસંદ કર્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇના બે મહત્વ પૂર્ણ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આમાં વિદેશી બેંકો અને ઘરેલુ બેંકોના કેટલાય પ્રમુખ આવે તેવી શક્યાતાઓ છે, કે ટકરાવોને ધ્યાને રાખીને ચયન સમિતીએ સ્વતંત્ર ભારતીય સ્ટેટ બેંકના પૂર્વ ચેરમેન ઓપી ભટ્ટે પણ રાજીનામું આપી દીધું છે. ભટ્ટથી એક દિવસ પહેલા બેંકના કાર્યકારી ચેરમેન અશોક ચાવલાએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિજયન એકમાત્રા બહારના સભ્ય 
ભટ્ટની સમિતિથી જ હટ્યા બાદ વીમા નિયામક (IRDAI)ના પૂર્વ ચેરમેન ટીએસ વિજયન સમિતિના એક માત્ર બહારના સભ્ય રહી ગયા છે. 


વિદેશી બેંકોના પ્રમુખોના નામ પર પણ ચર્ચા 
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રચના થયા બાદ સમિતિની 3 બેઠકો થઇ ચૂકી છે. અંતિમ બેઠક મંગળવારે થઇ હતી. યસ બેંક પ્રમુખ પદ માટે ચાકસવામાં આવેલા નામોમાં વિદેશી બેંકોના પ્રમુખના નામો પણ ચર્ચાઇ રહ્યા છે. જેની ભારતમાં સારી એવી પકડ રહેલી છે.


વધુ વાંચો...ભારતમાં 41 ટકા કર્મચારીઓની આ છે ફરિયાદ, જાણો સૌથી મહત્વનો મુદ્દો શું?


સરકારી બેંકોના પ્રમુખ પણ દોડમાં 
આ દોડ સાર્વજનિક ક્ષેત્રમાં બેંકના એક પ્રમુખ પણ અને ખાનગી ક્ષેત્રના પ્રમુખનો પણ સમાવેશ થાય છે. એક સૂત્રએ કહ્યુ કે આ પદ માટે આત્યાર સુધીમાં કુલ 5નામોની ચકાસણી કરવામાં આવી છે.