લોકરમાં કેમ રાખવું સોનું જ્યારે આવી ગઇ છે ગોલ્ડ એફડી, અહીં જમા કરાવો તમારા દાગીના, સુરક્ષાની સાથે વ્યાજ પણ મળશે
SBI Gold Fixed Deposit: દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એક ખાસ સ્કીમ દ્વારા ગ્રાહકોને સોનું જમા કરાવવા પર વ્યાજ આપે છે. SBIની ખાસ સ્કીમમાં ફિક્સ ડિપોઝીટની જેમ સોનું જમા કરાવી શકાય છે અને તેના પર વ્યાજ પણ મળે છે.
SBI R-GDS Scheme: સામાન્ય રીતે દેશમાં લોકો બેંકોમાં પૈસા જમા કરીને વ્યાજ કમાય છે. આ માટે લોકો પાસે બચત યોજનાના ઘણા વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ, શું તમે જાણો છો કે સોનું બેંકમાં જમા કરાવવા પર પણ વ્યાજ મળે છે. મોટાભાગના લોકો સલામતી માટે સોનું બેંક લોકરમાં રાખે છે અથવા તેને ગીરવે મુકીને લોન લે છે. ઘણા લોકો કદાચ જાણતા નથી કે સોનું જમા કરીને વ્યાજ પણ મેળવી શકાય છે.
આગામી 24 કલાકમાં ગુજરાત સહિત 10 રાજ્યોમાં ભૂક્કા બોલાવશે મેઘરાજા, એલર્ટ જાહેર
અહીં સમુદ્રમાં બનાવવામાં આવી રહ્યા છે આલીશાન ઘર, સપનામાં પણ વિચાર્યું નહી હોય
દેશની સૌથી મોટી સરકારી બેંક SBI એક ખાસ સ્કીમ દ્વારા ગ્રાહકોને સોનું જમા કરાવવા પર વ્યાજ આપે છે. SBIની ખાસ સ્કીમમાં ફિક્સ ડિપોઝીટની જેમ સોનું જમા કરાવી શકાય છે અને તેના પર વ્યાજ પણ મળે છે.
R-GDS સ્કીમ શું છે?
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસે R-GDS એટલે કે SBI રિવેમ્પ્ડ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ છે. આ સ્કીમ એક પ્રકારની ગોલ્ડ FD સ્કીમ છે, જેમાં ગ્રાહક R-GDS હેઠળ ઘરે રાખેલ સોનું જમા કરાવી શકે છે. ખાસ વાત એ છે કે આમાં સુરક્ષાની સાથે વ્યાજ પણ મળે છે.
5 અનોખા રેલવે સ્ટેશન, કેટલાક 2 રાજ્યોને કરે છે ડિવાઇડ,તો ક્યાં જવા માટે જોઇએ છે Visa
કોટની અંદર ફક્ત આ વસ્તુ પહેરી Jaane Jaan ના ટ્રેલર લોન્ચિંગમાં પહોંચી કરીના
SBIના R-GDSમાં 3 અલગ-અલગ સમયગાળામાં સોનું જમા કરાવી શકાય છે. તેમાં ટૂંકા ગાળાની બેંક થાપણો (1-3 વર્ષ), મધ્યમ ગાળાની સરકારી થાપણો (5-7 વર્ષ) અને લાંબા ગાળાની સરકારી થાપણો (12-15 વર્ષ)નો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછું 10 ગ્રામ સોનું જમા કરાવી શકાય છે જ્યારે તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.
બપોરની ઉંઘ લેવાના આ છે ફાયદા-ગેરફાયદા, રાજકોટ એમ જ નથી કહેવાતું રંગીલું શહેર
રેલવેના આ 10 શેરોએ લોકોને બનાવી દીધા કરોડપતિ, 6 મહિનામાં 100% કરતા વધુ વળતર
પત્નીના નામે ખોલો આ ખાતું: દર મહિને મળશે ₹47,066 પેન્શન, એકસાથે મળશે 1,05,89,741 રૂ.
SBIની R-GDS સ્કીમમાં, 1 વર્ષના સમયગાળા માટે વાર્ષિક 0.50% વ્યાજ મળે છે. 0.55% વ્યાજ 1 થી 2 વર્ષના સમયગાળા માટે અને 0.60% 2 થી 3 વર્ષના સમયગાળા માટે ઉપલબ્ધ છે. તે જ સમયે, મધ્યમ ગાળાની સરકારી થાપણમાં વ્યાજ દર વાર્ષિક 2.25% છે જ્યારે લાંબા ગાળાની સરકારી થાપણમાં વ્યાજ દર 2.50% છે.
ના અમેરિકા...ના ચીન, વિશ્વના આ ધનિક દેશોમાં દરેક વ્યક્તિ રોજ કમાય છે 20 હજાર રૂપિયા
આ બધી બેંકોનો છૂટી ગયો પરસેવો, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં મળી રહ્યું છે ધાંસૂ વ્યાજ
આ સ્કીમની બીજી એક ખાસ વાત એ છે કે તેમાં મળતું વ્યાજ ગ્રાહક દર વર્ષે અથવા એકસાથે લઈ શકે છે. તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની કોઈપણ નજીકની શાખામાં જઈને R-GDS યોજના માટે અરજી કરી શકો છો.
Knowledge Story: ગાડી પર ધર્મ કે જાતિના સ્ટીકર લગાવવા પડશે મોંઘા, જાણો લો નિયમ
સમાચાર પત્રોના નીચે કેમ હોય છે આ ચાર અલગ-અલગ કલર? જાણવું છે જરૂરી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube