Maharashtra Assembly Election Result: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં મળેલ મહાયુતિની ભવ્ય જીતથી અરબોપતિ ગૌતમ અડાણીને મોટી રાહત મળી છે. મહાયુતિમાં સામેલ ભારતીય જનતા પાર્ટી (ભાજપ), એનસીપી (અજિત પવાર) અને શિવ સેના (એકનાથ શિંદે) ગઠબંધનને ત્રણ ચતુર્થાંશથી વધુ બેઠકો મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની ઝુપડપટ્ટી ધારાવીને 'વિશ્વસ્તરીય' જિલ્લાના રૂપમાં પુનવિકસિત કરવામાં આવી રહી છે. ત્રણ અરબ ડોલર એટલે કે લગભગ 2400 અરબનો આ પ્રોજેક્ટ અડાણી ગ્રુપને મળ્યો છે.


વિપક્ષી પક્ષ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના (UBT)એ સત્તામાં આવે તો એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનવિકાસ માટે અદાણી સમૂહને આપવામાં આવેલી તમામ જમીન પાછી લેવાનું અને પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ કરવાનું વચન આપ્યું હતું. અમેરિકાની કોર્ટમાં લાંચના આરોપોનો સામનો કરી રહેલા અદાણી માટે તેમના ધારાવી પ્રોજેક્ટને રદ કરવો એ એક સૌથી ઝટકો બની શકે તેમ હતો.


જય મહારાષ્ટ્ર..ચૂંટણી પરિણામો પર PM મોદીનું મોટું નિવેદન,ઝારખંડની જનતાને શું કહ્યું?


ચૂંટણીના પરિણામો અનુસાર ભાજપ અને તેમની સહયોગી પાર્ટી શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને અજિત પવારના નેતૃત્વવાળી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠતોમાંથી ત્રણ ચતુર્થાંશથી વધુ બેઠકો પર જીત મળી છે તો હવે આ ચિંતાઓ શાંત થઈ ગઈ છે.


શું છે ધારાવીનો પ્રોજેક્ટ?
અદાણીની યોજના 620 એક્ટરની શાનદાર જમીનને એક શાનદાર શહરી કેન્દ્રમાં બદવાની છે. આ જમીન ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્ટના આકારના લગભગ ત્રણ ચતુર્થાંશ છે. મુંબઈના ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ગીચ વસ્તીવાળી ઝૂંપડપટ્ટીમાં ખુલ્લી ગટર અને વહેંચાયેલ શૌચાલય સાથે જર્જરિત ઝૂંપડપટ્ટીમાં રહેતા લગભગ સાત લાખ લોકોને 350 ચોરસ ફૂટ સુધીના મફત ફ્લેટ આપવાના છે. 


પુનર્વિકાસનો મુદ્દો રાજકીય રીતે ગરમાયેલો જોવા મળી રહ્યો હતો. કારણ કે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, આ સમૂહને કોન્ટ્રાક્ટ આપવામાં રાજ્ય સરકાર તરફથી અનુચિત લાભ મળ્યો છે. સમૂહે સરકારની પક્ષપાતનો લાભ લેવાનો ઇનકાર કર્યો છે.


માલામાલ થવાની તક! રિલાયન્સના શેર પહોંચશે હાઈ સપાટી પર?બ્રોકરેજે જણાવી ટાર્ગેટ પ્રાઈસ


10 લાખથી વધુ લોકોના છે ઘર
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ વારંવાર ધારાવી પુનવિકાસ પ્રોજેક્ટનો મુદ્દો વારંવાર ઉઠાવ્યો છે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ પર અદાણી જેવા મિત્રોને સમૃદ્ધ કરવાનો આરોપ લગાવ્યો છે. શાસક પક્ષમાં પ્રોજેક્ટના સમર્થકોનું કહેવું છે કે, આ પ્રોજેક્ટ ઝૂંપડપટ્ટીના પુનઃવિકાસ માટે એક વૈશ્વિક મોડલ બનવવા માટે તૈયારીમાં છે.


ધારાવીમાં લગભગ 10 લાખ લોકો રહે છે, પરંતુ લગભગ સાત લાખ લોકોને લાયક ગણવામાં આવ્યા હતા. રહેવાસીની વ્યાખ્યા અનુસાર 1 જાન્યુઆરી 2000 પહેલા આ વિસ્તારમાં રહેતા હોવાનો પુરાવો હોવો જરૂરી છે. બાકીના લોકોને શહેરના અન્ય વિસ્તારોમાં મકાનો મળશે. આ પ્રસ્તાવનો કેટલાક સ્થાનિકોએ વિરોધ કર્યો છે. કારણ કે તેઓ ઈચ્છતા નથી કે કોઈ પણ રહેવાસીઓ કે વેપારી માલિકોને બેઘર કરવામાં આવે.