31 ડિસેમ્બર બાદ તમારે નવા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડની પડશે જરૂર, જાણો કેમ
2019ના પહેલા દિવસેથી તમારા જુના એટીએમ કમ ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડને શા કારણે બેકાર થઇ જશે?
નવી દિલ્હી: 2019ના પહેલા દિવસે તમારા જુના ATM કાર્ડ અથવા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ કેમ બેકાર થઇ જશે? કારણ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ નિર્દેશિત કર્યું છે, કે મેગ્નેટિંક્સ ટ્રિક વાળા ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડને કોઇ પણ હાલમાં 31 ડિસેમ્બર સુધીમાં નવા EVM ચિપ વાળા કાર્ડથી બદલી દેવામાં આવે અને આ કાર્ડ પીન આધારિત હશે. આ કાર્ડ જુના કાર્ડની સરખામણીએ વધારે સેફ છે. જાણકારોનું કહેવું છે,કે આ કાર્ડથી છેતરપીંડી રોકી શકાશે.
આવી રીતે કરો નવા કાર્ડ માટે આવેદન
વિભિન્ન બેંકોએ તેના ગ્રાહકોને નવા EVM કાર્ડ મોકલવાનું શરૂ કરી દીધું છે. પરંતુ જો તમારી પાસે આ કાર્ડ અત્યાર સુધી નથી પહોંચ્યું તો તમે નવા ઇવીએમ ચિપ ડેબિટ કાર્ડ માટે ઓનલાઇન બેંકિંગ અથવા તમારી હોમ બ્રાંચમાં જઇને આવેદન પત્ર આપી શકો છો. સ્ટેટ બેંકે થોડા દિવસ પહેલા જણાવ્યું હતું કે, જુના ATM કાર્ડ સાથે બદલીને EVM ચિપ વાળા ડેબિટ કાર્ડ લેવા માટે કોઇ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવશે નહિ. એસબીઆઇએ ફેબ્રુઆરી 2017થી જૂના કાર્ડને બંધ કરી દીધા છે. 31 ડિસેમ્બર 2018થી બેંક તરફથી પણ તેમને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે.
કેમ લાવવામાં આવી રહ્યા છે નવા કાર્ડ
જુના મેગ્નેટિક સ્ટ્રિપ ડેબિટ કાર્ડ અને એટીએમની પાછળ એક કાળી પટ્ટી દેખાય છે. આ પટ્ટી મેગ્નેટિંક સ્ટ્રિપ છે. જેમાં તમારા ખાતા અંગેની પૂરી માહિતી આપેલી હોય છે. ATMમાં આને સ્વાઇપ કરવાથી તમારો ચાર ડીઝીટનો નંબર નાખવાથી કોઇ પણ તમારા ખાતામાથી રૂપિયા ઉપાડી શકે છે. હવે આ કાળી પટ્ટીની જગ્યા EVM ચીપ લેશે જેમાં તમારા ખાતાની સંપૂર્ણ જાણકારી રાખવામાં આવશે.
આ સ્ટેરપ ફોલો કરો
-નેટ બેકિંગ લોગઇન કરી, તમે જો SBIના કસ્ટમર છો, તો ઇ સર્વિસ ટેબ પર ક્લિક કરો.
-એટીએમ કાર્ડ સર્વિસ પર ક્લિક કરો,
-રિક્વેસ્ટ ATM/debit Card વિકલ્પને પસંદ કરો,
-નવું વેબ પેજ ખુલશે, હવે સેવીંગ એકાઉન્ટને સિલેક્ટ કરો.
-સબમીટ બટન દબાવીને તમારૂ આવેદન પૂર્ણ કરો
-નવું ઇએમવી કાર્ડ તમરા રજિસ્ટર એડ્રેસ પર પોસ્ટ મારફતે મોકલી દેવામાં આવશે.