અહીં ફરવા સાથે થાય છે મોજ માટે મેરેજ! હરી ફરીને છૂટાછેડા, 'પ્લેઝર મેરેજ'નો નવો ટ્રેન્ડ

Pleasure marriages: તમને ભરોસો નહીં થાય પણ એવું લાગે છે કે કળિયુગ તેની ચરમ પર છે. ક્યાંક ભૂખમરાથી કલેજાના ટુકડા વેચાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ મહિલાઓ થોડા રૂપિયા માટે પોતાની ઈજ્જત જોખમમાં મૂકીને શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ કરી રહી છે. આ સમાચાર સંસ્કારી સમાજના મોઢા પર તમાચાથી ઓછા નથી. ઈન્ડોનેશિયા ફરવા જાઓ, આનંદ માટે લગ્ન કરો અને છૂટાછેડા આપી ઘરે આવી જાઓ :  હવે રૂપિયા-પૈસાના પાવરમાં શરૂ થઈ છે દુનિયા દિલવાલોકી...જેને કારણે પૈસાના જોરે થાય છે નવા નવા શોખ. આવો જ એક શોખ હવે મેરેજમાં પરિવર્તિત થયો છે. તેને કહેવામાં આવે છે, 'પ્લેઝર મેરેજ'નો નવો ટ્રેન્ડ.

1/12
image

Indonesia Pleasure marriages: દુનિયામાં અજીબોગરીબ ઘટનાઓ બની રહી છે. વિશ્વની ચોથા નંબરની સૌથી વધુ વસ્તી ધરાવતા અને સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયાની ઘણી સુંદર ગ્રામીણ મહિલાઓની આલોચના થઈ રહી છે. આ મામલો મેઈન સ્ટ્રીમ મીડિયામાંથી સોશિયલ મીડિયા સુધી ગયો છે. મામલો મોટો હતો, મુસ્લિમ દેશનો એટલે તરત જ આ મામલાને હવા મળી ગઈ. 

2/12
image

ઈન્ડોનેશિયામાં ગ્રામીણ મહિલાઓએ પ્રવાસીઓ સાથે 500 યુએસ ડોલર એટલે કે લગભગ 41900 રૂપિયામાં કથિત શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ કરતી હોવાના કિસ્સાઓ વાયરલ થઈ રહ્યાં છે. લોકો તેની નિંદા કરી રહ્યા છે. 

3/12
image

હવે સમય બદલાયો છે. લોકો પહેલાં પૈસા ખર્ચીને છોકરીઓ કેટલાક કલાકો માટે ખરીદતા હતા. હવે છોકરી જ લગ્ન સ્વરૂપે મળી જાય છે. તમે જેટલા દિવસના કરાર કરો એટલા દિવસ એ તમારી પત્નીની જેમ જ રહે છે. તમને માન્યામાં નહીં આવે પણ એવું લાગે છે કે કળિયુગ તેની ચરમ પર છે. ક્યાંક ભૂખમરાથી કલેજાના ટુકડા વેચાઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ મહિલાઓ થોડા રૂપિયા માટે પોતાની ઈજ્જત જોખમમાં મૂકીને શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ કરી રહી છે. આ સમાચાર સંસ્કારી સમાજના મોઢા પર તમાચાથી ઓછા નથી.

કેવી રીતે થાય છે શોર્ટ ટર્મ પ્લેઝર મેરેજ? 

4/12
image

કોટા બુંગાના એક માઉન્ટેન રિસોર્ટમાં પુરૂષ પ્રવાસીઓને એજન્સીઓ દ્વારા સ્થાનિક મહિલાઓ સાથે મળાવવામાં આવે છે. જે તેમને તેમના કામચલાઉ લગ્ન કરાવવામાં મદદ કરે છે. એકવાર બંને પક્ષો સંમત થયા પછી ઝડપી અનૌપચારિક લગ્ન સમારોહ થાય છે, જે પછી પુરુષે પસંદ કરેલી સ્ત્રીને કેશ પેમેન્ટ કરવું પડે છે. અને વળતર એ દુલ્હનની કિંમત હોય છે. 

5/12
image

આ શોર્ટ ટર્મ પ્લેઝર મેરેઝ કરવા વાળી છોકરીઓ વિદેશી પતિ સાથે આનંદ પણ કરે છે અને ઘરનું બાકીનું કામ પણ કરશે. જેમ જેમ પતિના વિઝાની મુદત પૂરી થાય છે અને તેના દેશ છોડવાની તારીખ આવે છે, તે જ દિવસથી લગ્ન ઓટો મોડમાં સમાપ્ત થઈ જાય છે. 

'પ્લેઝર મેરેજ'-

6/12
image

'પ્લેઝર મેરેજ'તરીકે ઓળખાતી આવી કામચલાઉ વ્યવસ્થાઓ પુનકેકમાં વિકસતો ઉદ્યોગ બની ગયો છે. આ પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્રને પ્રોત્સાહન આપે છે. શરૂઆતના દિવસોમાં છોકરીઓનો પરિચય પરિવારના સભ્યો અથવા પરિચિતો દ્વારા પ્રવાસીઓ સાથે થતો હતો. આજકાલ એજન્સીઓ પણ આ કામ કરી રહી છે.  

'લગ્ન નહીં કેશ ફોર સેક્સ સ્કેન્ડલ'-

7/12
image

આ દેશની કેટલીક ગરીબ છોકરીઓએ શ્રીમંત પ્રવાસીઓ સાથે એક પછી એક ડઝન વાર લગ્ન કરે છે. આ મામલાના ખુલાસા બાદ લગ્નને 'નિકાહ' નહીં પરંતુ 'કેશ ફોર સેક્સ' સ્કેન્ડલ કહેવામાં આવી રહ્યું છે.

8/12
image

ઈન્ડોનેશિયાના ગામડાઓમાં ગરીબ છોકરીઓ કોઈની કાયમી વહુ બનવાને બદલે ઈન્ડોનેશિયામાં મનોરંજન માટે આવતા પ્રવાસીઓની કામચલાઉ પત્નીઓ બની રહી છે. ઇન્ડોનેશિયાના પશ્ચિમી પ્રાંતના પુનકેક ગામમાં,તમે વાસ્તવિક સમયમાં સાઉદી અરેબિયાના સ્વાદિષ્ટ ખોરાકનો સ્વાદ મેળવી શકો છો. આ વિશેષતા મધ્ય પૂર્વના ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.

બે પાંચ દિવસમાં છૂટાછેડા-

9/12
image

હાલમાં જ કહાયા નામની મહિલાએ 18 વર્ષની ઉંમરમાં આવા લગ્ન કરવાનો પોતાનો અનુભવ દુનિયા સાથે શેર કર્યો હતો. લોસ એન્જલસ ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે અત્યાર સુધી તેણે 15 થી વધુ વખત લગ્ન કર્યા છે. તેના બધા પતિ મધ્ય પૂર્વના પ્રવાસીઓ છે. તેણીનો પ્રથમ કામચલાઉ પતિ સાઉદી અરેબિયાથી આશરે 50 વર્ષનો ટુરિસ્ટ હતો.

કેસ સ્ટડી કે અનુભવ?

10/12
image

તેના લગ્ન 850 યુએસ ડોલરમાં નક્કી કરવામાં આવ્યા હતા. તેણે પેમેન્ટ પણ પૂરું કર્યું હતું. જો કે, એજન્ટ અને લગ્ન ગોઠવનાર વ્યક્તિ બંનેના કટ મની ચૂકવ્યા પછી તેની પાસે માત્ર $425 બચ્યા હતા. લગ્નના પાંચ દિવસ બાદ તેનો પતિ ઘરે ગયો અને તેણે છૂટાછેડા લઈ લીધા. આજે કહાયા દરેક લગ્નમાંથી 300-500 ડોલર કમાય છે. આ પૈસાથી તે ઘરનું ભાડું ચૂકવે છે અને તેના બીમાર દાદા-દાદીની સંભાળ રાખે છે.

11/12
image

નિસા નામની અન્ય એક મહિલાએ જણાવ્યું કે તેના ઓછામાં ઓછા 20 વખત લગ્ન થયા છે. હવે તે આ કામમાં નથી. નિસા પાસપોર્ટ ઓફિસમાં કામ કરતા ઇન્ડોનેશિયાના માણસને મળી તે તેને આ દલદલમાં લઈ ગયો. હવે તે કહે છે કે તે ક્યારેય આ જિંદગીમાં પાછી નહીં જાય.

શિયા કલ્ચર-

12/12
image

આવી વ્યવસ્થાઓને નિકાહ/મુતાહ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે તે શિયા ઈસ્લામ સંસ્કૃતિનો એક ભાગ છે. જો કે, શિયા ઇસ્લામના ઘણા અનુયાયીઓ સહિત મોટાભાગના ઇસ્લામિક વિદ્વાનો આને સંપૂર્ણપણે અસ્વીકાર્ય માને છે. હવે ઈન્ડોનેશિયાના આ ચલણની જોરદાર નિંદા થઈ રહી છે.