`ચીની કમ`ની વાતો વચ્ચે શું આ સેલિબ્રિટી પણ કરશે કંપનીઓના કોન્ટ્રાક્ટ રદ?
મોટા ફિલ્મી સ્ટાર અને ક્રિકેટ જગતના સ્ટાર આ કંપનીઓના પ્રચાર કરી રહ્યા છે. મોટાભાગની કંપનીઓ સ્માર્ટફોન અને ફિટટેક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. હાલ તમામ સેલિબ્રિટી તેમની બ્રાંડ મેનેજમેન્ટ કંપનીઓને સલાહ આપી છે કે તે આ કંપનીઓના ઉત્પાદકોનું ઓછામાં ઓછો પ્રચાર કરે.
નવી દિલ્હી: ચીન અને ચીની સામાનનો બહિષ્કારની વાત આખા દેશમાં અત્યાર જોર-શોરથી ચાલી રહી છે. એવામાં ચીનની ઘણી કંપનીઓના બ્રાંડ એંબેસડર તરીકે કામ કરી રહેલા સેલિબ્રિટી શું વિચારે છે. અમારી સહયોગી વેબસાઇટ zeebiz.com એ તપાસ કરી કરી. મોટા ફિલ્મી સ્ટાર અને ક્રિકેટ જગતના સ્ટાર આ કંપનીઓના પ્રચાર કરી રહ્યા છે. મોટાભાગની કંપનીઓ સ્માર્ટફોન અને ફિટટેક ક્ષેત્ર સાથે જોડાયેલી છે. હાલ તમામ સેલિબ્રિટી તેમની બ્રાંડ મેનેજમેન્ટ કંપનીઓને સલાહ આપી છે કે તે આ કંપનીઓના ઉત્પાદકોનું ઓછામાં ઓછો પ્રચાર કરે.
ભારતમાં એટલા માટે તોડી ન શકે કોન્ટ્રાક્ટ
ચીની બહિષ્કારના નામે કોઇપણ સેલિબ્રિટી કંપનીઓ સાથે કરેલા કોન્ટ્રાક્ટ તોડી શકે નહી. જોકે તે Force Majeure ને ઢાલ બનાવતાં પોતાના કોન્ટ્રાક્ટને રદ કરી શકે છે. આ ક્લોઝ દરેક કોન્ટ્રાક્ટમાં હોય છે. આ ક્લોઝનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે યુદ્ધ રમખાણો, મહામારી અથવા કોઇ એવી વસ્તુ હોય છે જેના પર માણસોનો કંટ્રોલ હોતો નથી. આ ક્લોઝ દ્વારા સેલિબ્રિટી ચીની કંપનીઓની સાથે પોતાના કોન્ટ્રાક્ત ખતમ કરી શકે છે. જોકે ત્યારબાદ તેમને બાકી બચેલી ફી પણ કંપનીઓને પરત કરવી પડશે.
આ સ્ટાર્સ છે અત્યારે ચીની કંપનીઓના બ્રાંડ એમ્બેસેડર
હાલ રણબીર કપૂર, દીપિકા પાદુકોણ, આમિર ખાન, કેટરીના કૈફ, રણવીર સિંહ અને વિરાટ કોહલી જેવા ફિલ્મી સ્ટાર્સ અને ક્રિકેટર ચીની કંપનીઓના બ્રાંડ એંબેડર બનેલા છે. દીપિકા અને રણબીર કપૂર ઓપ્પોનો પ્રચાર કરે છે. તો બીજી તરફ આમીર ખાન વીવોના બ્રાંડ એંબેડર છે. કેટરીના કૈફ MI અને રણવીર સિંહ રેડમીનો પ્રચાર કરે છે. તો બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી iQoo ને પ્રમોટ કરે છે. સેલેબ્રિટી અત્યારે પણ માહોલ જોઇ રહ્યા છે. સોમવારે સરકાર દ્વારા 59 એપ્સ બેન કર્યા બાદ હવે સેલ્બ્રિટી પણ ચીની કંપનીઓ સાથે બ્રાંડ એંડોર્સમેન્ટ પર ઓછી વાત કરે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube