Diesel Price Update: ઈંધણના ભાવમાં જ્યારે પણ ફેરફાર થાય છે ત્યારે તેની અસર સામાન્ય લોકો ઉપર પડે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થાય તો અનેક અન્ય સામાનના ભાવમાં પણ વધારો થાય છે. આ ઉપરાંત જો પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થાય તો લોકોના ખિસ્સા ઉપર પણ તેની અસર થતી હોય છે. જ્ારે ડીઝલના ભાવ અંગે હવે એક મોટું અપડેટ આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીઝલની નિકાસ
સરકારે ડીઝલની નિકાસ પર લાગનારા અપ્રત્યાશિત લાભ કર(Windfall Profit Tax) માં વધારો કરતા તેને એક રૂપિય પ્રતિ લીટર કરી દીધો છે. જ્યારે ઘરેલુ સ્તર પર ઉત્પાદન થતા ક્રૂડ ઓઈલ પર ટેક્સમાં કાપ મૂકાયો છે. સરકાર તરફથી આ જાણકારી 20 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલા એક આદેશમાં આપવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું ક ઓએનજીસી જેવી તેલ ઉત્પાદક કંપનીઓના ક્રૂડ ઓઈલ ઉત્પાદન પર લાગનારી ડ્યૂટીને 4400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 3500 રૂપિયા પ્રતિ ટન કરવામાં આવી છે. 


ટેક્સ
ડીઝલ નિકાસ પર કર 0.50 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને એક રૂપિયો પ્રતિ લીટર કરવામાં આવ્યો છે. વિમાન ઈંધણ એટીએફ પર લાગતા કરમાં કોઈ ફેરફાર કરાયો નથી. જે હજુ પણ શૂન્ય છે. આદેશમાં કહેવાયું છે કે નવા કરના દરો 21 માર્ચથી પ્રભાવમાં આવશે. જમીન અને સમુદ્રના પેટાળમાંથી કાઢવામાં આવતા ક્રૂડ ઓઈલ પર પ્રોસેસ કરીને તને પેટ્રોલ, ડીઝલ અને વિમાન ઈંધણ જેવા અલગ અલગ ઈંધણોમાં ફેરવવામાં આવે છે. 


ભૂક્કા બોલાવી રહ્યું છે સોનું, સતત વધી રહ્યા છે ભાવ....જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ


પેટ્રોલ-ઈલેક્ટ્રિક, CNG કાર છોડો...આ કાર જુઓ, માત્ર 30 રૂપિયામાં 100 KM દોડશે


જબરદસ્ત કમાણી, આ બિઝનેસથી દર મહિને કમાઈ શકો છો 2 લાખ રૂપિયા, જાણો વિગતો


અપ્રત્યાશિત લાભ કર
ગત ચાર માર્ચે સરકારે ડીઝલની નિકાસ પર લાગતા અપ્રત્યાશિત લાભ કરમાં કાપ કરતા 0.50 રૂપિયા પ્રતિ લીટર કરવાની સાથે જ વિમાન ઈંધણ એટીએફ પર લાગતા કરને શૂન્ય કરી દીધો હતો. સરકારે ગત વર્ષ જુલાઈમાં પહેલીવાર ઓઈલ ઉત્પાદક કંપનીઓ પર અપ્રત્યાશિત લાભ કર લગાવ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube