PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ

નોકરિયાત લોકો માટે ઘડપણનો સહારો તેમની પેન્શન હોય છે. દર મહિને સેલેરીમાંથી કપાતા ફંડ રિટાયરમેન્ટ પછી મોટી રકમ બની જાય છે. આ ફંડની દેખરેખ રાખનાર સરકારી સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) ફંડ વિડ્રોલ કરવાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે.
 

PF એકાઉન્ટમાંથી પૈસા ઉપાડવાનો નિયમ બદલાયો, કોરોનાકાળમાં શરૂ થયેલી આ સુવિધા બંધ

EPF withdrawal Rule Change: નોકરીયાત લોકો માટે ઘડપણનો સહારો તેમની પેન્શન હોય છે. દર મહિને તમારા પગારમાંથી કપાતા ફંડ રિટાયરમેન્ટ બાદ મોટી રકમ બની જાય છે. આ ફંડની દેખરેખ રાખનાર સરકારી સંસ્થા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને ફંડ ઉપાડવાના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. EPFO એ EPF ને એડવાન્સ  કાઢવાના નિયમમાં ફેરફાર કર્યો છે. EPFO એ તત્કાલ પ્રભાવથી કોવિડ 19 એડવાન્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

બદલાઈ ગયો પૈસા ઉપાડવાનો નિયમ
EPFO એ કરોડો પીએફ સબ્સક્રાઈબર્સ માટે મોટો ફેરફાર કર્યો છે. EPFO એ કોવિડ એડવાન્સ ફેસલિટીને હવે બંધ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી દરમિયાન આ સુવિધાની શરૂઆ કરવામાં આવી હતી. કોરોના મહામારીના સમયે EPFO તરફથી ખાતાધારકોને પોતાના પીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ તરીકે અમુક રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. જે હવે બંધ કરી દેવામાં આવી છે. 12 જૂન, 2024ના રોજ એક નોટિફિકેશન જાહેર કરીને તમામને જાણકારી આપવામાં આવી છે. નોટિફિકેશન મતે કોવિડ 19 હવે મહામારી નથી, એટલા માટે એડવાન્સ નિકાસી સેવાને ત્કા પ્રભાવથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

શું હતી સુવિધા
કર્મચારી ભવિષ્ય નિધિના ખાતાધારકોને કોવિડ 19 મહામારી દરમિયાન એડવાન્સ રૂપિયા ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી. લોકોને આર્થિક મદદ કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ સુવિધા હેઠળ પીએફ અંશધારક પોતાના પીએફ એકાઉન્ટમાંથી બે વખત પૈસા ઉપાડી શકતા હતા. કોરોનાની પહેલી લહેર દરમિયાન અંશધારકોને એક નોન રિફંડેબલ એડવાન્સ રકમ ઉપાડવાની સુવિધા મળી હતી. ત્યારબાદ કોરોનાની બીજી લહેર દરમિયાન 31 મે, 2021 એકવાર ફરીથી એડવાન્સ વિડ્રોલની અનુમતિ આપવામાં આવી હતી. મહામારી દરમિયાન બે કરોડથી વધારે સબ્સક્રાઈબર્સે આ સુવિધાનો લાભ ઉઠાવ્યો હતો.

ક્યારે ક્યારે ઉપાડી શકો છો પૈસા
અંશધારક પોતાના પીએફ એકાઉન્ટમાંથી એડવાન્સ પૈસા કાઢી શકે છે. મેચ્યોરિટી પહેલા તમે પોતાના પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકે છે. તમે ઈચ્છો તો ઘર કે જમીન ખરીદવા, ઘરને રિપેર કરાવવા, હોમ લોન ભરાવવા, ફેમિલીના સભ્યો કે પોતાના લગ્ન, બાળકોના અભ્યાસ વગેરે જેવી જરૂરિયાતો માટે પૈસા કાઢી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news