નવી દિલ્હી: મહિલા કર્મચારીઓને ધ્યાને રાખીને સરકાર હવે મહિલાઓને મળનારા માતૃત્વ આવકાશના 7 સપ્તાહનું વેતન કંપનીઓને પાછુ આપશે. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે ગુરુવારે કહ્યુ કે 15 હજાર કરતા પણ વાધારે માસિક વેતન ધરાવાતી મહિલાઓને મળનારા માતૃત્વ આવકાશ માટેના 7 સપ્તાહનું વેતન સરકાર નિયોક્તા કંપનીને પાછુ આપી દેશે. સરકાર તરપથી આ સુવિધાની જાહેરાત એ સમયે કરવામાં આવી કે જ્યારે ફરિયાદો કરવામાં આવતી હતી કે માતૃત્વ અવકાશની મર્યાદા 12 અઠવાડિયાથી વધારીને 26 અઠવાડિયા કરવામાં આવતા તમામ કંપનીઓ ગર્ભવતી મહિલાઓને નોકરી આપવા અંહે ઇચ્છુક નથી દેખાઇ રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાનગી ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓ પણ આ દાયરામાં આવશે 
એવી પણ ફરિયાદો કરવામાં આવી રહી છે, અમુક કંપનીઓ તો ગર્ભવતી મહિલાઓને નોકરીથી બહાર કરી દેવમાં આવે છે. સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરનારી મહિલાઓ સરકારની આ જાહેરાતના દાયરામાં આવી જશે. મહિલા અે બાળ વિકાસ વિભાગના સચિવ રાકેશ શ્રીવાસ્તવે કહ્યું કે આ નિર્ણય શ્રમ કલ્યાણ ઉપકારના પડી રહેલા રૂપિયાના ઉપયોગ કર્માચારીઓને આપવામાં આવશે. 


15 હજારથ અધિક વેતન વાળી મહિલાઓને મળશે સુવિધાઓ 
શ્રીવાસ્તવએ કહ્યું કે રાજ્યા સરકાર પાસે પડી રહેલા શ્રમિક કલ્યાણ ઉપકરના રૂપિયાનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થઇ રહ્યો હતો. લેબર મિનિસ્ટ્રી સાથે વતચીત કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે, 26 અઠવાડિયામાંથી 7 મહિનાના વેતનની રકમ કર્મચારીઓને આપવામા આવશે. શ્રીવાસ્તવે કહ્યું કે 15 હજારથી વધારે માસિક પગાર ધરવાતી મહિલાઓનો લાભ મળશે. 


(ઇનપુટ એજન્સીમાંથી)