ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબ સમિટમાં થયેલી આફ્રિકા દિનની ઉજવણીમાં ઉપસ્થિત આફ્રિકન દેશોના પ્રતિનિધિઓએ ભારતના તેમના દેશોનું મહત્વ સ્વીકારવા બદલ ભરપૂર પ્રશંસા કરી હતી. ખાસ કરીને ગુડવિલ વર્ક, યુએન પિસ કિપિંગ ફોર્સની કામગીરી સહિતની બાબતોમાં ભારતના યોગદાનને આ પ્રતિનિધિઓએ આવકાર્યું હતું. ગાંધીજીની ભૂમિમાં નેલસન મંડેલાની કર્મભૂમિના પ્રતિનિધિઓનો અદભુત સંગમ થયો હતો. આ પ્રતિનિધિઓએ રજૂ કરેલા મનનીય વિચારોની ઝલક પ્રસ્તુત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રકિયા એડરહેમ, મંત્રી-મોરક્કો 
આફ્રિકા ખંડના વિવિધ દેશોમાં મૂડી રોકાણની પુષ્કળ તકો રહેલી છે. ખાસ કરીને મોરક્કોમાં યુવાધનનું પ્રમાણ વધારે છે. ડેમોગ્રાફિક વેલ્યુ મોરક્કોની વધારે છે. આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટનું પૂરેપૂરૂ વળતર મળે છે. ખાસ કરીને ઊર્જા, કોમ્યુનિકેશન, પ્રવાસન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, ખનિજ સહિતના ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં રોકાણની દિશા ખુલી રહી છે. અમારૂ વિઝન એકશનમાં છે. 

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ની તમામ અપડેટ જાણવા અહીં ક્લિક કરો 


હેનરી ઓકેલો, મંત્રી-યુગાન્ડા 
અમારા દેશના વિકાસ અને વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે અમે ભારત-ગુજરાત તરફ મીટ માંડી છે. ઇદી અમીન હવે નથી અને તેની સાથે સંકળાયેલી યુગાન્ડાની યાદોને મૂળમાંથી ભૂંસી નાખવા માંગીએ છીએ. તેનાથી ભોગ બની વેપારધંધો છોડી ગયેલા ભારતીયોઓને ફરી આમંત્રિત કરીએ છીએ. યુગાન્ડાના ઝડપથી વિકાસમાં ગુજરાતીઓનું બહુમૂલ્ય યોગદાન છે. ભારતીયો કોકાકોલા જેવા છે, જે બધે જ જોવા મળે છે. આફ્રિકામાં ચીનના નાગરિકો કરતા ભારતીયો પ્રથમ આવ્યા હતા. ભારતીયોએ યુગાન્ડામાં પ્રથમ રેલ્વેનું નિર્માણ કર્યું હતું. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામે અમને વિદેશી શાસનને ફગાવી દેવાની પ્રેરણા આપી હતી. 

ગુજરાતમાં 3.86 લાખ કરોડના રોકાણની જાહેરાત, જાણો કઇ કંપની કેટલું કરશે રોકાણ


જી. વસ્સેહ બ્લામોહ, મંત્રી-લાયબેરિયા 
યુનાઇટેડ નેશન્સની શાંતિસેના વતી આવેલા ભારતીય સેનાએ અમને આંતરિક શાંતિ જાળવવામાં ખૂબ જ મદદ કરી હતી. ભારતે અમારા દેશમાં દેશમાં ઘણુ મૂડી રોકાણ કર્યું છે. ઓઇલ સંશોધન સહિતના વિવિધ ક્ષેત્રમાં મૂડી રોકાણ અને વેપારવાણિજ્યના વિકાસની વિપુલ તકો ઉપલબ્ધ છે. હું એનો લાભ લેવા અનુરોધ કરૂ છું અને આફ્રિકા ખંડમાં ઉપલબ્ધ તકોનો લાભ લઇ સામુદાયિક અને સામુહિક વિકાસ કરીએ. 

VIBRANT GUJARAT : ઘરે બેઠા મળશે 50% સસ્તા ફળ, આ કંપનીએ રજૂ કર્યું અનોખુ મોડલ


જેકેરો ટ્વેયા-મંત્રી- નામીબિયા 
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-૨૦૧૯માં આફ્રિકા દિવસની ઉજવણી કરવા બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને હું અભિનંદન આપું છું. તેમણે આફ્રિકા ખંડના દેશનું મહત્વ સ્વીકાર્યું છે. અમારા દેશને ૧૯૯૦માં સ્વતંત્રતા મળી. અમે વિશ્વના સૌથી યુવાન, નવીન રાષ્ટ્રોમાં બીજા છીએ. વિશાળ પ્રદેશ અને ઓછી વસતી, ભરપૂર ખનિજ સંપદા ધરાવતા અમારા દેશમાં વ્યાપાર વાણિજ્યના વિકાસની પુષ્કળ તકો છે. એનો લાભ લો. આફ્રિકા દિનની ઉજવણીમાં કોંગોના મંત્રી નાઇસફોલે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સીઆઇઆઇના આફ્રિકા પ્રભાગના અધ્યક્ષ તુલસી તંતીએ સેમિનારની ભૂમિકા સમજાવી હતી.