નવી દિલ્હીઃ વિશ્વ બેન્કે વર્ષ 2021 માટે ભારતની જીડીપી ગ્રોથનું અનુમાન જારી કર્યું છે. વિશ્વ બેન્કે કહ્યું કે, વર્ષ 2021માં ભારતીય અર્થવ્યવસ્થામાં 8.3 ટકાનો વિકાસ દર રહેવાનું અનુમાન છે. આ પહેલા વિશ્વ બેન્કે કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2021-2022 માં ભારતીય અર્થવ્યવસ્થા 10.1 ટકાના દરથી ગ્રોથ કરશે. વોશિંગટન સ્થિત વર્લ્ડ બેન્ક તરફથી મંગળવારે જારી કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું કે, ભારતમાં  COVID-19 ની બીજી લહેરથી સેવાઓ સહિત અન્ય વસ્તુઓ પર પ્રભાવ પડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ બેન્કે કહ્યું કે, ભારતમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસ સંક્રમણના કેસ સામે આવ્યા, જેની અસર અર્થવ્યવસ્થા પર પણ પડી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થા વિશે વિશ્વ બેન્કે કહ્યું કે, વર્ષ 2021માં વૈશ્વિક અર્થવ્યવસ્થાના 5.6 ટકાના દરથી વિકાસ થવાનું અનુમાન છે. 


આ પણ વાંચોઃ ફરી વધ્યા કપાસિયા તેલ અને સિંગતેલના ભાવ, આ છે લેટેસ્ટ પ્રાઈઝ


વિશ્વ બેન્કના રિપોર્ટ પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થામાં 2019માં ચાર ટકાના દરે વૃદ્ધિ થઈ હતી, પરંતુ વર્ષ 2023માં ભારતની અર્થવ્યવસ્થામાં 6.5 ટકાના દરથી વૃદ્ધિ થઈ શકે છે. 


હાલમાં ઘરેલૂ ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ (Crisil) એ ચાલુ નાણાકીય વર્ષ 2021-2022 માટે દેશના જીડીપી ગ્રોથના પોતાના અનુમાનમાં ઘટાડો કર્યો હતો. ક્રિસિલે હાલના નાણાકીય વર્ષ માટે દેશના જીડીપી ગ્રોથ માટે પોતાનું અનુમાન પહેલાના 11 ટકાના મુકાબલે ગટાડી 9.5 ટકા કર્યું હતું. રેટિંગ એજન્સીએ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરને કારણે ખાનગી વપરાશ અને રોકાણ પર પડેલા પ્રભાવને કારણે જીડીપી અનુમાનમાં ઘટાડો કર્યો હતો. ક્રિસિલ પહેલા અન્ય ક્રેડિટ એજન્સીઓ ચાલૂ નાણાકીય વર્ષ માટે જીડીપી ગ્રોથના પોતાના અનુમાનને ઘટાડી ચુકી છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube