Job Cut: વર્ષ 2025 સુધી દર 10માંથી 6 લોકો નોકરી ગુમાવશે, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
WEF Job Cut Alert: રોજગારમાં થનારી કમીને કારણે ઘણા લોકો પહેલાથી જાણતા હશે. પરંતુ હાલના રિપોર્ટમાં રોજગારીને લઈને મહત્વનો ખુલાસો થયો છે.
નવી દિલ્હીઃ ઓટોમેશન (Automation) એટલે કે મશીનીકરણને કારણે પહેલાથી ઓછી થઈ ચુકેલી નોકરીઓને લઈને વધુ એક ખરાબ સમાચાર આવ્યા છે. કોરોના મહામારીને કારણે પાછલા વર્ષે લૉકડાઉન (Lockdown) દરમિયાન ભારત સહિત દુનિયામાં લાખો કંપનીઓ બંધ થઈ ગઈ છે. Covid-19 ના લાગેલા ઝટકામાંથી હજુ લોકો બહાર આવી શક્યા નથી. આ ખરાબ સમય વચ્ચે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (World Economic Forum) ના રિપોર્ટમાં એક ડરાવતી સ્થિતિનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જે હેઠળ આગામી ચાર વર્ષ એટલે કે 2025 સુધી દરેક 10માંથી 6 લોકોએ નોકરી ગુમાવવી પડી શકે છે.
એક મોટા રિસર્ચમાં ખુલાસો
રોજગારમાં થનારા આ ઘટાડાનું મોટું કારણ પહેલાથી તમે જાણતા હશો. હાલના રિપોર્ટ પ્રમાણે કોરોના કાળ પહેલા મશીનોને કારણે હજારો નોકરીઓ ખતમ થઈ શકી છે. ત્યારબાદ કોરોનાને કારણે મશીનોના ઉપયોગમાં મોટો વધારો થયો છે. આ કારણે એકવાર ફરી સોશિયલ ડિસ્ટેન્સિંગના આ સમયમાં લોકોએ મોટા પાયા પર પોતાની નોકરી ગુમાવવી પડશે. તમને જણાવી દઈએ કે આ રિપોર્ટ 19 દેશોમાં પ્રાઇસ વોટર હાઉસ કૂપર કંપનીમાં કામ કરનાર 32000 કર્મીઓ પર થયેલા શોધ બાદ સામે આવી છે.
સરકારને નોકરી બચાવવાની અપીલ
સર્વેમાં સામેલ થયેલા 40 ટકા કર્મચારીઓને ડર લાગી રહ્યો છે કે તે કેટલાક વર્ષોમાં નોકરી ગુમાવી દેશે. તો 56% લોકોનું તે માનવું છે કે તે ભવિષ્યમાં પણ લાંગા સમય સુધી રોજગારના વિકલ્પ હાસિલ કરી શકશે. આ દરમિયાન 60 ટકાથી વધુ લોકોએ સરકારને નોકરી સુરક્ષિત રાખવાની અપીલ કરી છે.
સ્કિલ ડેવલોપમેન્ટ પર ફોકસ
રિપોર્ટ પ્રમાણે 80 ટકા કર્મી ખુદને નવી ટેકનીકના અનુકૂળ બનાવવા એટલે કે ખુદ સ્કિલ ડેવલોપમેન્ટ પર કામ કરી રહ્યાં છે. હજારો લોકો નવી ટેકનીક વિશે જાણવાને લઈને આશ્વસ્ત છે. તો પાછલા વર્ષે WEF ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે મશીનો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર વધેલી નિર્ભરતાને કારણે આશરે 8 કરોડ નોકરીઓના નુકસાનનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું. હવે વર્ષ 2025 સુધી સામે આવેલા આ સૌથી ચોંકાવનાર પૂર્વાનુમાને નોકરી કરતા લોકોની ચિંતા જરૂર વધારી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube