Gold Price: માત્ર 8 મહિનામાં 11,600 રૂપિયા સસ્તું થયું છે સોનું, ચાંદીમાં પણ આવ્યો છે 14,000નો ઘટાડો, જાણો કિંમત

સોની બજાર શુક્રવારે ગુડ ફ્રાઇડેને કારણે બંધ રહી હતી. આ સપ્તાહના અંતિમ કારોબારી દિવસ ગુરૂવારે 4 જૂન, વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર 483 રૂપિયાના વધારા સાથે 45,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.

Gold Price: માત્ર 8 મહિનામાં 11,600 રૂપિયા સસ્તું થયું છે સોનું, ચાંદીમાં પણ આવ્યો છે 14,000નો ઘટાડો, જાણો કિંમત

નવી દિલ્હીઃ સોની બજાર શુક્રવારે ગુડ ફ્રાઇડેને કારણે બંધ રહી હતી. આ સપ્તાહના અંતિમ કારોબારી દિવસ ગુરૂવારે 4 જૂન, વાયદા સોનાનો ભાવ એમસીએક્સ એક્સચેન્જ પર 483 રૂપિયાના વધારા સાથે 45,418 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સિવાય પાંચ ઓગસ્ટ, 2021ના વાયદા સોનું ગુરૂવારે 391 રૂપિયાના વધારા સાથે  45,625 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ભલે આ સપ્તાહે કિંમતોમાં વધારો થયો હોય, પરંતુ સોનાની કિંમતો આ સમયે પોતાની ઉચ્ચ સ્તરથી ખુબ નીચે છે. આવો વિસ્તારથી જાણીએ સોનાની કિંમતોમાં કેટલો ફેરફાર થયો છે. 

આ સપ્તાહે સોનામાં આવી તેજી
આ સપ્તાહે સોનાના ભાવમાં તેજી આવી છે. આ સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર, 29 માર્ચે એમસીએક્સ પર ચાર જૂન, 2021ના વાયદા સોનાની કિંમત 44972 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી. તો તેનાથી પાછલા સત્રમાં સોનાની કિંમત 45,111 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે સોનાની કિંમતમાં આ સપ્તાહે 307 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો છે. 

પોતાના ઉચ્ચ સ્તરથી ઘણુ તૂટી ચુક્યુ છે સોનું
છેલ્લા આઠ મહિનામાં સોનાની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. સોનાના વાયદા ભાવની ઉચ્ચ સપાટી છેલ્લે ઓગસ્ટ 2020માં જોવા મળી હતી. આ સત્રમાં સોનાની વાયદા કિંમત આશરે 57100 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે સોનાની વાયદા કિંમત છેલ્લા આઠ મહિનામાં 11,682 રૂપિયા પ્રતિ 10 ગ્રામ તૂટી ચુકી છે. 

આ સપ્તાહે ચાંદીના ભાવમાં વધારો
આ સપ્તાહે ચાંદીની કિંમત પણ વધી છે. આ સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ ગુરૂવાર, પાંચ માર્ચ 2021ની વાયદા ચાંદીની કિંમત એમસીએક્સ પર 1275 રૂપિયાની તેજીની સાથે  65,089 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ. આ ચાંદીનો ભાવ પાછલા સપ્તાહના કારોબારી દિવસ સોમવાર 29 માર્ચે એમસીએક્સ પર  64,311 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. તેનાથી પાછલા સત્રમાં તે 64,805 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે ચાંદીના વાયદા ભાવમાં આ સપ્તાહે 284 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો થયો છે. 

પોતાના ઉપરના સ્તરથી તૂટી ચુકી છે ચાંદી
ચાંદીની હાલની કિંમત પણ પોતાના પાછલા ઉપલા સ્તરની તુલનામાં ખુબ ઘટી છે. ચાંદીનું પાછલી ઉપલી સપાટી 10 ઓગસ્ટ 2020ના જોવા મળી હતી. આ સત્રમાં ચાંદીની કિંમત આશરે 79,147 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીચે ચાંદીનો ભાવ પોતાના પાછલા ઉચ્ચ સ્તરની તુલનામાં 14,085 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તૂટી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news