વૈશ્વિક અર્થતંત્રમાં હાલમાં મોટાપાયે ફેરફારો થઈ રહ્યાં છે. નોકરીમાંથી હકાલપટ્ટી જેવા માહોલ વચ્ચે અમીરોના ટોપ 10 લિસ્ટમાંથી ભારતના 2 બિઝનેસમેનોની હકાલપટ્ટી થઈ ગઈ છે. આ 2 અમીરો ટોપ 10ના લિસ્ટમાંથી બહાર આવી ગયા છે. હવે આ લિસ્ટમાં અમેરિકાન દબદબો છે. 10માંથી 8 અમીરો અમેરિકાના છે.  હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં સતત ફેંકાઇ રહ્યા છે. ટોપ- ૧૦માં સામેલ બીજા ભારતીય- મુકેશ અંબાણી પણ આ લિસ્ટમાંથી બહાર થયા છે. વિશ્વના ટોચના ધનિકોમાં મુકેશ અંબાણી ૮૨.૪ અબજ ડોલરની નેટવર્થ સાથે ૧૨મા અને ગૌતમ અદાણી ૬૦ અબજ ડોલરની નેટવર્થ સાથે ૧૮મા સ્થાને છે. બંનેની નેટવર્થમાં સોમવારે પણ ઘટાડો જોવા મ ળ્યો હતો. અદાણીને હિડનબર્ગનો રિપોર્ટ નડ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં અદાણીની એટલી સંપત્તી ધોવાઈ ગઈ છે કે અદાણી 5 વર્ષ સુધી દેશના 80 કરોડ લોકોને અનાજ આપી શક્યા હોત...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૌથી અમીર લોકોની ફોર્બ્સની યાદીમાં સોમવારે સાંજે ટોપ-10માં 8 અમેરિકી હતા. જોકે એક નંબર પર ફ્રા્ંસના બરનાર્ડ અરનોલ્ટે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. આઠમાં ક્રમાંકે મેક્સિકોના કાર્લોસ સ્લિમ હેલૂ ટોપ-10માં સામેલ બીજા બિન-અમેરિકી છે. ઉપરાંત ટેસ્લા અને સ્પેસ-એક્સના સીઈઓ એલન મસ્ક 184.4 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા નંબર પર છે. જ્યારે ત્રીજા ક્રમાંકે 126.5 નેટવર્થ સાથે એમેઝોનના ચેરમેન જેફ બેઝોસ છે. અમેરિકી વ્યવસાયી લૈરી એલિસન ચોથા સ્થાને તો વર્કશાયર હૈથવેના સીઈઓ વોરેન બફેટ પાંચમા સ્થાને છે.


રાહુલ ગાંધી હવે ગુજરાતના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા


ગુજરાતનું આ સ્થળ છે એકદમ ડરામણું, અહીં છે 'ભૂતોનો વાસ', સંભળાય છે ચિત્ર વિચિત્ર અવાજ


તમારી પાસે 10 રૂપિયાની આ નોટ છે? ફટાફટ કરો ચેક...એક જ ઝટકે બની જશો અમીર!


આમ આ લિસ્ટમાં અમેરિકાનો દબદબો જળવાઈ રહ્યો છે. ટોપ 10માં 2 ભારતીયોનો સમાવેશ થતો હતો હવે બંને અમીરોના લિસ્ટમાંથી બહાર નીકળી ગયા છે.  માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ 105.2 બિલિયન ડોલર સાથે છઠ્ઠા સ્થાને જ્યારે ગૂગલના લેરી પેઝ 90.2 બિલિયન ડોલરની નેટવર્થ સાથે સાતમાં સ્થાને છે. જ્યારે 8માં ક્રમાંકે 89.8 બિલિયન ડોલરની નેટવર્થ સાથે કાર્લોસ એન્ડ સ્લિમ ફેમીલીનો સમાવેશ થાય છે. ગૂગલના સર્ગી બ્રિન 86.4 બિલિયન ડોલર સાથે વિશ્વના 9માં અમીર વ્યક્તિ છે. આ યાદીમાં 10માં સ્થાને 83.3 બિલિયન ડોલરની નેટવર્થ સાથે ફ્રેંકોઈસ બેટેનકોર્ટ મેયર્સ એન્ડ ફેમિલી છે. તો ફેસબુકના સંસ્થાપક માર્ક ઝુકરબર્ગ વિશ્વના 16માં સૌથી અમીર વ્યક્તિ છે. ઝુકરબર્ગની કુલ સંપત્તિ 66.8 બિલિયન ડોલર છે. આ યાદીમાં હવે ફેસબુકના સ્થાપક પણ રહ્યાં નથી.


૨૪ જાન્યુઆરીએ ટ્રેડિંગ અવર્સ દરમિયાન અદાણી ચોથા ક્રમે સરક્યા હતા પણ ટ્રેડિંગ અવર્સના અંતે પાછા ત્રીજા સ્થાને પહોંચી ગયા હતા. જોકે, તે પછી અદાણીની નેટવર્થ સતત જેફ બેઝોસથી ઘટી છે. જ્યારે અંબાણીની નેટવર્થ ૮૫ અબજ ડોલર આસપાસ જળવાઇ રહી વોરન બફેટની  ૧૦૭.૧ અબજ ડોલર રહી હતી. અદાણી ત્રીજા સ્થાનેથી સાતમા સ્થાને ફેંકાયા અને પછી ટોપ-૧૦માંથી બહાર થયા હતા. જોકે, અંબાણી ટોપ- ૧૦માં જળવાઇ રહ્યા હતા.  સોમવારે હિન્ડનબર્ગના રિપોર્ટ પછીનું ત્રીજું બિઝનેસ વીક શરૂ થયું. જેમાં અદાણીનું રેન્કિંગ વધુ ગગડયું અને અંબાણી પણ ટોપ-૧૦માંથી બહાર થઈ ગયા હતા. જાન્યુઆરીએ પૂરા થયેલા બિઝનેસ વીકના અંતે અદાણી વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ હતા જ્યારે જાન્યુઆરીએ આવ્યો તે પહેલાં ૨૦ અંબાણી આ યાદીમાં ૯મા ક્રમે હતા. હવે બંને બહાર થઈ ગયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube