Rahul Gandhi Another March રાહુલનો ગુજરાતથી નાતો : ભારત યાત્રા બાદ હવે રાજ્યના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી કરી હતી. બની શકે કે પીએમ મોદી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. ભાજપ આ માટે બેઠકો કરી રહ્યું છે. 

Rahul Gandhi Another March રાહુલનો ગુજરાતથી નાતો : ભારત યાત્રા બાદ હવે રાજ્યના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

દેશમાં લોકસભાની ચૂંટણી હવે નજીક છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપે દક્ષિણ ભારત પર પોતાનું ફોકસ વધાર્યું છે. કોંગ્રેસે પણ યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી કરી હતી. બની શકે કે પીએમ મોદી દક્ષિણ ભારતથી ચૂંટણી લડી શકે છે. ભાજપ આ માટે બેઠકો કરી રહ્યું છે. મોદી અને શાહ લોકસભાની ચૂંટણી સાથે હાલમાં 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પર ફોકસ કરી રહ્યાં છે. હાલમાં પ્રથમ તબક્કાની યાત્રા કોંગ્રેસે પૂરી કરી છે. હવે આ યાત્રાની સફળતા બાદ કોંગ્રેસે બીજા તબક્કાની યાત્રાની શરૂઆત કરી છે. આ બીજા તબક્કાની યાત્રા પદયાત્રા સ્વરૂપ નહીં હોય.

રાહુલ ગાંધી બીજા તબક્કામાં પોરબંદર ખાતેથી યાત્રાનો પ્રારંભ કરે તેવી શક્યતા છે. હવે પૂર્વોત્તર રાજ્યોને કોંગ્રેસ લક્ષ્માં રહેશે. અમદાવાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હવે બીજા તબક્કામાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ પોરબંદરથી આસામ સુધીની યાત્રા કરે તેવી શક્યતા છે. જોકે આ યાત્રા પદયાત્રા સ્વરૂપે નહિ હોય, તેમ ગુજરાત કોંગ્રેસના સૂત્રો કહે છે, અલબત્ત, હજુ સુધી આ યાત્રા અંગે હાઈકમાન્ડે લીલી ઝંડી આપી નથી. આગામી સમયમાં આ અંગેનો કાર્યક્રમ જાહેર થઈ શકે છે. હવે આગામી દિવસો જ બતાવશે કે રાહુલ શું નિર્ણય લેશે પણ હાલમાં કોંગ્રેસમાં આ ચર્ચા જામી છે.

કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષે ભારત જોડો યાત્રા શરૂ કરી હતી, કન્યા કુમારીથી કાશ્મીર સુધીની આ યાત્રાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈને રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાનો પ્રારંભ કર્યો હતો. હવે બીજા તબક્કામાં ગુજરાતના પોરબંદરથી આસામ સુધીની યાત્રા યોજાય તેવો વર્તારો છે. આગામી દિવસોમાં છત્તીસગઢના રાયપુર ખાતે કોંગ્રેસની મહત્વની બેઠક બોલાવાઈ છે, જેમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી આગામી કાર્યક્રમો ફાઈનલ થવાના છે, ભારત જોડો યાત્રા અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ પણ હાથ સે હાથ જોડી યાત્રા શરૂ કરી છે. જો રાહુલની બીજા તબક્કાની યાત્રા પોરબંદરથી શરૂ કરવાનો નિર્ણય એટલા માટે લેવાઈ શકે છે આ શહેર મહાત્મા ગાંધી સાથે નાતો ધરાવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news