સંપત્તિ પ્રાપ્ત કરવી સરળ નથી, જોકે આપણે જોઇએ છીએ કે કેટલાક લોકો જોતજોતાં જ કરોડો અને અરબો રૂપિયા કમાઇ લે છે. આખરે તે કઇ ખાસ વાત છે જે તેમને આટલા ધનવાન બનાવી દે છે. તમે પણ પોતાના દમ પર અરબપતિ બનો. લોકોની સફળતાનું રહસ્ય જરૂર જાણવા માંગશો. ઇંટરપ્રન્યોર ઇંડિયાએ પોતાના એક આર્ટિકલમાં વોરેન બફે અરબપતિઓએ કેટલીક એવી ટિપ્સ જણાવી છે કે, જેને અપનાવીને તમે પણ અરબપતિ બની શકો છો. જોકે આ વાત અત્રે ઉલ્લેખનીય છે કે યોગ્ય સમયે નિર્ણય અને કઠીન પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. તેને સાવધાનીથી અપનાવો અને સફળતાના માર્ગે આગળ વધતા જાવ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્ષ 2019 લાવશે મોટી ખુશખબરી! 10 લાખ લોકોને મળશે નોકરી, 8-10% વધશે પગાર


1. ક્રિસ સસ્કા- કંજૂસ બનો
ક્રિસ સસ્કાને પોતાના ટેક વેંચર માટે ઓળખવામાં આવે છે. તે ટ્વિટર, ઉબર અને ઇંસ્ટાગ્રામ સાથે જોડાયેલા રહે છે. તેમની યુવાનોને સૌથી મહત્વપૂર્ણ સલાહ છે કે કંજૂસ બનો. પૈસા બિલકુલ ન ખર્ચ કરો અને પોતાની પ્રાથમિકતાઓ લોંગ ટર્મ માટે સેટ કરો. તે કહે છે કે આજે કંજૂસીનો અર્થ છે કે ભવિષ્યમાં ખૂબ વધુ આઝાદી અને ચોઇસ. જો તમારી પૈસા છે, ત્યારે તમે નવો પ્રોજેક્ટ નવું વેંચર શરૂ કરી શકો છો. 

હવે ઘર ખરીદવું અને બનાવવું થશે સસ્તું, સરકાર આપશે મોટી રાહત


2. રીડ હોફમૈન- લાઇફબોટ છે જરૂરી
રીડ હોફમૈન કેપિટલ ઇનવેસ્ટરના રૂપમાં ખૂબ સફળ રહ્યા છે. તે લિંક્ડઇન અને સોશલનેટના સહ સંસ્થાપક છે અને PayPal ના સહ સંસ્થાપક રહી ચૂક્યા છે. તે કહે છે કે તમારી પાસે ABZ પ્લાન હોવો જોઇએ. A એટલે જે તમે અત્યારે કરી રહ્યા છો. જો તેમાં કોઇ સમસ્યા આવે તો તમારી પાસે બેકઅપ પ્લાન B જોવો જોઇએ. પરંતુ એટલું પુરતુ નથી. તમારી પાસે પ્લાન Z પણ હોવો જોઇએ. આ તમારી સેફ્ટીનેટ છે. જો બધુ જ ખોટું થઇ ગયું તો પણ તમે બરબાદ થશો નહી. હોફમૈન તેને લાઇફબોટ કહે છે. તમારી પાસે એક એવો પ્લાન હોવો જોઇ જે તમને બચાવી શકે. 

Year End: 2018મા ઝુકરબર્ગની ખરાબ સ્થિતિ, વોરેન બફેટને પડ્યો મંદીનો માર, પરંતુ અબાંણીની સંપત્તિ વધી


3. વોરેન બફેટ- સાદગી સાથે રોકાણ
વોરેન બફેટ દુનિયાના સૌથી દિગ્ગજ રોકાણકાર ગણવામાં આવે છે. 78.9 અરબ ડોલરની સંપત્તિ હોવાછતાં પણ તે સાદગી સાથે રહે છે. તે આજે પણ તે મકાનમાં રહે છે જે તેમણે 1957માં ખરીદ્યુ હતું. તેમનું કહેવું છે કે પોતાની નબળાઇઓને દૂર કરો અને જે વસ્તુઓ તમને આગળ વધતાં રોકી રહી છે, તેનાથી બહાર નિકળો. તે પોતાના પર સૌથી વધુ ધ્યાન આપવાની શિખામણ આપે છે.