નવી દિલ્હીઃ જૂની નોટ્સ અને સિક્કાની ઓનલાઇન માર્કેટમાં ખુબ માંગ છે અને લોકો તેને મેળવવા માટે મોટી રકમ ચુકવવા માટે તૈયાર છે. હાલમાં એક ઓનલાઇન લગાવવામાં આવેલી બોલી દરમિયાન એક રૂપિયાના સિક્કાની 10 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી. તમે આ જાણીને ચોંકી જશો પરંતુ આ ખરેખર સત્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિક્કો દુર્લભ હતો, પરંતુ તેની કિંમત જરૂર ચોંકાવનારી છે. આ આ સ્પેશિયલ એક રૂપિયાનો સિક્કો ભારતમાં બ્રિટિશ રાજ દરમિયાન 1885માં જારી કરવામાં આવ્યો હતો. આઝાદી પહેલાનો આ સિક્કો તે વ્યક્તિ માટે કોઈ લોટરીથી ઓછો નહોતો. તેથી જો તમારી પાસે પણ આવા જૂના સિક્કા અને નોટ છે તો તમને પણ કમાણીની તક મળી શકે છે. તમે જૂના સિક્કા અને નોટો ભેગા કરવાના શોખથી ઘરે બેસીને કરોડોની કમાણી કરી શકો છો. 


આવી અનેક વેબસાઇટ છે જ્યાં તમે તમારી પ્રોફાઇલ બનાવી તમારા જૂના સિક્કા અને નોટનું પ્રદર્શન કરી શકો છો. આ વેબસાઇટમાંથી એક છે CoinBazar, જ્યાં તમે તમારી સામાન્ય જાણકારી જેમ કે નામ, ઇમેલ, સરનામુ, ફોન નંબર આપીને રજીસ્ટર કરાવી શકો છો. તમે ત્યારબાદ તમારા જૂના સિક્કા અને નોટને અહીં લિસ્ટિંગ કરાવી શકશો. ત્યારબાદ ખરીદનાર સીધો તમારો સંપર્ક કરે છે. તેની સાથે તમે કિંમત નક્કી કરી શકો છો. 


આ પણ વાંચોઃ બેંકોએ કહ્યું આટલું કામ જટ પતાવો, નહીંતર ખાતામાંથી નહીં ઉપાડવા મળે એક કાણી પાઈ!


પરંતુ આ પ્રથમવાર નથી જ્યારે જૂના સિક્કાને ખરીદવા માટે લોકોએ રસ દાખવ્યો હોય. આ પહેલા આ વર્ષે જૂનમાં અમેરિકાના 1933ના એક સિક્સાની હરાજી ન્યૂયોર્કમાં કરવામાં આવી હતી. આ દરમિયાન 18.9 મિલિયન ડોલર (એટલે કે 138 કરોડ રૂપિયા) માં વેચાયો હતો. 


પરંતુ તે સિક્કાની કિંમત માત્ર 20 ડોલર (1400 રૂપિયા) હતી પરંતુ તેની હરાજી 138 કરોડ રૂપિયામાં થઈ હતી. ન્યૂયોર્ક સિટીના સોથબીમાં મીડિયા પ્રિવ્યૂ દરમિયાન હરાજીના જૂના સિક્કાને જોવા મળ્યા હતા. '786' સીરિયલ નંબરવાળી નોટો આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકો આ નંબરની નોટોને લક્કી માને છે. તેના પર લાખો રૂપિયાની બોલીઓ લગાવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube