Travel Without Ticket: રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમાંની ઘણી એવી સેવાઓ છે કે લોકો તેમના વિશે જાણતા પણ નથી. આજે અમે તમને રેલવેની આવી જ કેટલીક સુવિધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. રેલવેની એક એવી સુવિધા છે, જેમાં તમે ટિકિટ વગર પણ ટ્રેનમાં ચડી શકો છો. હા... તમારે આમાં ટિકિટ લેવાની જરૂર નથી. TTE પણ તમને ટ્રેનમાં ચઢતા અટકાવશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: 


બેંકોએ કરી તૈયારી, ગણતરીની મિનિટમાં જ ઘરબેઠા મળશે લોન, નહીં ખાવા પડે બેન્કના ધક્કા


આ છે ભારતનું સૌથી મોટું રેલવે જંકશન, ભારતની કોઈપણ જગ્યાએ જવું હોય અહીંથી મળશે ટ્રેન


ડ્યૂ ડેટ પછી પણ પેનલ્ટી વિના ભરી શકાય છે Credit Card નું બિલ, જાણો RBI નો શું છે નિય


ભારતીય રેલ્વે દ્વારા એક નવું પગલું ભરવામાં આવ્યું છે. ઘણી વખત મુસાફરને કન્ફર્મ ટિકિટ મળતી નથી અને જવું અતિ જરૂરી હોય છે.  તેવામાં તમે ડેબિટ કાર્ડ દ્વારા ટ્રેનમાં ચઢ્યા બાદ ટ્રેનની ટિકિટ ખરીદી શકો છો અથવા દંડ ચૂકવી શકો છો. એટલે કે, જો તમારી પાસે ટ્રેનની ટિકિટ નથી, તો તમે ટ્રેનમાં ચઢ્યા પછી તમે કાર્ડથી પેમેન્ટ કરીને તમારી ટિકિટ મેળવી શકો છો. 


રેલ્વે બોર્ડ અનુસાર, અધિકારીઓ પાસે પોઈન્ટ ઓફ સેલ (POS) મશીનોમાં 2G સિમ લગાવવામાં આવ્યા છે. જેના કારણે અંતરિયાળ વિસ્તારોમાં નેટવર્કની સમસ્યા છે પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ મશીનો માટે રેલવે દ્વારા 4જી સિમની સુવિધા શરૂ કરવામાં આવી છે.


રેલવેના નિયમો અનુસાર, જો તમારી પાસે આરક્ષિત ટિકિટ નથી અને તમારે ક્યાંક જવું હોય તો તમે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket Rules) લઈને ટ્રેનમાં ચઢી શકો છો. આ પછી તમે ટિકિટ ચેકર પાસે જઈ શકો છો અને પ્લેટફોર્મ ટિકિટ બતાવીને ટિકિટ મેળવી શકો છો. આ નિયમ ભારતીય રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે. તમારે પ્લેટફોર્મ ટિકિટ (Platform Ticket Rules) સાથે તરત જ TTEનો સંપર્ક કરવો પડશે. TTE તમારી ટિકિટ બનાવશે.