ડ્યૂ ડેટ પછી પણ પેનલ્ટી વિના ભરી શકાય છે Credit Card નું બિલ, જાણો RBI નો શું છે નિયમ

How To Pay Credit Card Bill Without Penalty: ઘણા લોકો સાથે એવી ચિંતા થાય છે કે તેઓ ક્રેડિટ કાર્ડનું બિલ ડ્યુ ડેટ સુધીમાં ભરવાનું ભૂલી જશે તો તેમને પેનલ્ટી પણ ભરવી પડે છે અને ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ જશે.. આવું એટલા માટે થાય છે કે લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે ડ્યૂ ડેટ પછી પણ તમે પેનલ્ટી ભર્યા વિના પણ ક્રેડિટ કાર્ડનું બિલ પે કરી શકો છો

ડ્યૂ ડેટ પછી પણ પેનલ્ટી વિના ભરી શકાય છે Credit Card નું બિલ, જાણો RBI નો શું છે નિયમ

How To Pay Credit Card Bill Without Penalty: આજના સમયમાં મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થયા છે. ક્રેડિટ કાર્ડ ની મદદથી તમે બેલેન્સની ચિંતા કર્યા વિના કોઈપણ વસ્તુ ખરીદી શકો છો અથવા તો રૂપિયા ચૂકવી શકો છો. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો પણ સરળ છે. તેના બિલનું પેમેન્ટ કરવા માટેની એક ડ્યુ ડેટ પણ હોય છે ત્યાં સુધીમાં તમે આરામથી પૈસા ભરી શકો છો. પરંતુ જો તમે ડ્યુ ડેટ સુધીમાં બિલની રકમ ન ભરો તો તમારે પેનલ્ટી ભરવી પડે છે. સાથે જ તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ થાય છે.

ઘણા લોકો સાથે એવી ચિંતા થાય છે કે તેઓ ક્રેડિટ કાર્ડનું બિલ ડ્યુ ડેટ સુધીમાં ભરવાનું ભૂલી જશે તો તેમને પેનલ્ટી પણ ભરવી પડે છે અને ક્રેડિટ સ્કોર પણ ખરાબ થઈ જશે.. આવું એટલા માટે થાય છે કે લોકોને એ વાતની જાણકારી નથી હોતી કે ડ્યૂ ડેટ પછી પણ તમે પેનલ્ટી ભર્યા વિના પણ ક્રેડિટ કાર્ડનું બિલ પે કરી શકો છો અને તમારો ક્રેડિટ સ્કોર પણ ખરાબ નહીં થાય. આરબીઆઈ આ અંગે એક નિયમ બનાવ્યો છે.

આ પણ વાંચો: 

આટલા દિવસ સુધી નથી લાગતી પેનલ્ટી

ક્રેડિટ કાર્ડના બિલ પેમેન્ટને લઈને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ એક નવો નિયમ લાગુ કર્યો હતો. આ નિયમ અનુસાર બિલ પેમેન્ટ ની ડ્યુ ડેટ પછી પણ પેનલ્ટી વિના પેમેન્ટ કરી શકાય છે. ક્રેડિટ કાર્ડ હોલ્ડર ડ્યુ ડેટ પછી ત્રણ દિવસની અંદર બિલ ચૂકવે તો તેને પેનલ્ટી ચાર્જ લાગી શકતો નથી. ત્રણ દિવસની અંદર તમે બિલકુલ તમારે એક્સ્ટ્રા ચાર્જ આપવાનો રહેતો નથી. 

કેટલી ચુકવવી પડે છે પેનલ્ટી ? 

જો તમે ડ્યુટેટ પછીના ત્રણ દિવસમાં પણ બિલનું પેમેન્ટ નથી કરતા તો પછી કંપની તમારી પાસેથી પેનલ્ટી વસૂલ કરી શકે છે. પેનલ્ટી ની રકમ ક્રેડિટ કાર્ડ કંપની પર આધાર રાખે છે બધી કંપની અને બેંકોના ક્રેડિટ કાર્ડનો ચાર્જ અલગ અલગ હોય છે. જેમકે state bank of india 500 થી 1000 રૂપિયાના બિલ પર 400 રૂપિયા પેનલ્ટી વસૂલ કરે છે. જ્યારે 1000 થી 10000 રૂપિયાની રાશિ પર 750 રૂપિયા અને 10000 થી 25000 રૂપિયાનું બિલ હોય તો 950 રૂપિયા પેનલ્ટી ચાર્જ કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news