નવી દિલ્હી: ભારતીય સ્ટેટ બેંક (SBI)એ તાજેતરમાં જ પોતાના યોનો એપ દ્વારા ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી કેશ કાઢવાની સુવિધા પોતાના ગ્રાહકોને આપી છે. જોકે આ પહેલી બેંક નથી, જે ડેબિટ કાર્ડ વિના એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપી રહી છે. એસબીઆઇ ઉપરાંત, ખાનગી ક્ષેત્રની બે બેંક આઇસીઆઇસીઆઇ અને એક્સિસ બેંક પણ આ સુવિધા પુરી પાડે છે, પરંતુ તેમની રીત એસબીઆઇ કરતાં અલગ છે. આ એકદમ સુવિધાજનક છે, પરંતુ તેની કેટલીક મર્યાદાઓ છે. આવો જાણીએ કાર્ડ વિના કેવી રીતે એટીએમમાંથી પૈસા કાઢી શકો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. એસબીઆઇના એટીએમમાંથી કાર્ડલેસ વિંડ્રોલ
જેમ કે તમને ખબર હશે કે એસબીઆઇના એટીએમમાંથી પૈસા કાઢવા માટે તમારે તેની યોનો એપનો ઉપયોગ કરવો પડે છે.

Redmi Y3 આ તારીખે થશે લોન્ચ, 32MP નો હશે સુપર સેલ્ફી કેમેરા


2. આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાંથી કાર્ડલેસ વિડ્રોલ
આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાંથી ડેબિટ કાર્ડના પૈસા કાઢવાની રીત થોડી અલગ છે. આ સુવિધા તે લોકોને મળે છે, જેમનું આ બેંકમાં સેવિંગ એકાઉન્ટ નથી. તેને આ પ્રકારે સમજીએ. ઉદાહરણ તરીકે આઇસીઆઇસીબેંકમાં સેવિંગ એકાઉન્ટ છે તમારું બાળક કોઇ બીજા શહેરમાં બહાર ગયું છે. અચાનક પૈસાની જરૂર પડે છે. એવામાં જો તમારી પાસે પોતાના બાળકનો નંબર છે તો તે કેટલીક પ્રક્રિયાઓનું પાલન કરી સરળતાથી આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાંથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વિના પૈસા કાઢી શકે છે.


કાર્ડ વિના કેવી રીતે કાઢશો પૈસા
ICICI બેંકની વેબસાઇટ અનુસાર તમારે નેટબેકિંગ પોર્ટલ પર લોગઇન કરવું પડે છે અને કાર્ડલેસ કેશ વિડ્રોલ પ્રક્રિયા શરૂ કરવી પડે છે. નેટબેકિંગ પોર્ટલમાં લોગઇન કર્યા બાદ તમે સેવિંગ એકાઉન્ટમાં જાવ અને તે વ્યક્તિનું નામ અને તેનો મોબાઇલ નંબર નાખો, જેને તમે કાર્ડલેસ કેશ વિડ્રોલ સેવા દ્વારા પૈસા ટ્રાંસફર કરવા માંગો છો. 


હવે 'ફંડ ટ્રાંસફર' ટેબને ક્લિક કરો અને કાર્ડલેસ કેશ વિડ્રોલ ઓપ્શન હેઠળ બેનિફિશિયરનું નામ સિલેક્ટ કરો. ત્યારબાદ, તમે ટ્રાંસફર કરવામાં આવનાર રકમ નાખો. સફળતાપૂર્વક ઓથેંટિકેશન બાદ જે રકમ તમે નાખી છે તે તમારા એકાઉન્ટમાંથી કપાઇ જશે. 


હવે તમારે (સેંડર) મોબાઇલ પર આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા એસએમએસ દ્વારા ચાર આંકડાનો એક યૂનિક કોડ મળશે અને તે સમયે બેનિફિશિયરને પણ તેના મોબાઇલ પર છ આંકડાનો યૂનિક કોડ મળશે. 


ત્યારબાદ બેનિફિશિયરીને આઇસીઆઇસીઆઇ બેંકના એટીએમમાં પોતાનો મોબાઇલ નંબર, ચાર અને છ આંકડાનો વેરિફિકેશન કોડ (જે એસએમએસ દ્વારા મળે છે) અને કુલ રકમ નાખવી પડશે. 

પર્સનલ લોન માટે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે વ્યાજ, શું તમે જાણો છો!


કેશ વિડ્રોલ લિમિટ એન્ડ ટ્રાંજેક્શન ચાર્જ
સેંડર બેનિફિશિયરીને પ્રતિ ટ્રાંજેક્શન 10 હજાર રૂપિયા, એક દિવસમાં 20,000 રૂપિયા એક મહિનામાં 25,000 રૂપિયા ટ્રાંસફર કરી શકો છો. આ સુવિધા માટે પ્રતિ ટ્રાંજેક્શન 25 રૂપિયા એકાઉન્ટમાંથી કપાઇ જાય છે. જેમાં ટેક્સ પણ સામેલ છે. કાર્ડલેસ કેશ વિડ્રોલની પ્રક્રિયા દરમિયાન પાસકોડ વગેરે નાખવામાં કોઇ મિસમેચ થાય છે, તો કાર્ડલેસ કેશ વિડ્રોલ ટ્રાંજેક્શન બ્લોક થઇ જશે અને રકમ સેંડરના એકાઉન્ટમાં પાછી આવી જશે. 


3. એક્સિસ બેંકના એટીએમમાંથી કાર્ડલેસ વિડ્રોલ
ઇંસ્ટા મની ટ્રાંસફર ( IMT) એક ઇન્ટરનેટ બેકિંગ સેવા છે, જેના દ્વારા તમે બેનિફિશિયરીને કેશ મોકલી શકો છો. આઇસીઆઇસીઆઇ બેંકના કોન્સેપ્ટની માફક જ બેનિફિશિયરી બેંકના એટીએમમાંથી ડેબિટ કાર્ડ વિના પૈસા કાઢી શકો છો. 


ડેબિટ કાર્ડ વિના કરો કેશ વિડ્રોલ
એક્સિસ બેંકની વેબસાઇટ અનુસાર, તમને નીચે લખેલી પ્રક્રિયાઓનું પાલન કરવું પડશે. સૌથી પહેલાં તમારે એક્સિસ બેંકની નેટબેકિંગને લોગઇન કરો અને 'ફંડ ટ્રાંસફર' પ્રોસેસરની શરૂઆત કરો. બેનિફિશિયરીનું નામ, મોબાઇલ નંબર અને એડ્રેસ નાખીને તેને રજિસ્ટર કરો. ત્યારબાદ મોકલવાની રકમ નાખો, એક સેંડર કોડ (એટીએમમાંથી પૈસા કાઢવા માટે બેનિફિશિયરીને તેની જરૂર પડશે) અને પ્રોસેસે ઇનિશિએટ કરો. 

Xiaomi ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં હશે 60 MP કેમેરા, જાણો કેટલી હશે કિંમત


આઇએમટીના શરૂ થયા બાદ બેનિફિશિયરીને તેના મોબાઇલ પર એક એસએમએસ મળશે. આ એસએમએસમાં આઇએમટી એમાઉન્ટ, એસએમએસ કોડ (એક્સિસ બેંક તેને ઓટોમેટિકલી જનરેટ કરશે અને બેનિફિશિયરીને મોકલશે) આઇએમટી આઇડી (આ એક યૂનિક કોડ છે, જેનો ઉપયોગ આઇએમટી ટ્રાંજેક્શન માટે કરવામાં આવી શરૂ કરી શકે છે) અને આઇએમટી એક્સપ્યારી ડેટ (કોડની વૈદ્યતા) હશે. 


એટીએમમાં બેનિફિશિયરી આઇએમટી ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ ''વિડ્રો આઇએમટી'ને ક્લિક કરશો અને તે વિવરણોને નાખશો, જે તેને એસએમએસ દ્વારા તેના મોબાઇલ પર મળ્યા છે. એટલે કે સેંડર્સ કોડ, એસએમએસ કોડ અને આઇએમટી એમાઉન્ટ. બધા વિવરણોને મેચ કરી કર્યા બાદ એટીએમ મશીનમાંથી કેશ કાઢવામાં આવશે. બેનિફિશિયરી આઇએમએટી કેશ એક્સિસ બેંક, બેંક ઓફ ઇન્ડીયા અને લક્ષ્મી વિલાસ બેંકના કોઇપણ એટીએમમાંથી નિકાળી શકો છો. 


કેશ વિડ્રોલ લિમિટ અને ટ્રાંજેક્શન ચાર્જ
સેંડર પ્રતિ ટ્રાંજેક્શન વધુમાં વધુ 10,000 રૂપિયા અને એક મહિનામાં 25,000 રૂપિયા મોકલી શકો છો. આ સુવિધા માટે પ્રતિ ટ્રાંજેક્શન 25 રૂપિયા ચાર્જ એકાઉન્ટમાંથી કપાઇ છે, જેમાં ટેક્સ પણ સામેલ છે.