પર્સનલ લોન માટે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે વ્યાજ, શું તમે જાણો છો!

જ્યારે તમે કોઇપણ પર્સનલ લોન (Personal Loan) લેવા જાવ છો તો તમારા મગજમાં એક વાત હંમેશા આવતી હશે કે આ લોન પર વ્યાજ કેવી રીતે ગણાય છે. સામાન્ય રીતે લોકોને તેની જાણકારી હોતી નથી. એક્સપર્ટના અનુસાર જ્યારે પણ તમે પર્સનલ લોન લેવા માટે જાવ છો તો બેંકના પ્રતિનિધિ પાસેથી તેના પર લાગનાર વ્યાજ વિશે પુરી જાણકારી લેવી જોઇએ. 

Updated By: Apr 15, 2019, 12:52 PM IST
પર્સનલ લોન માટે કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે વ્યાજ, શું તમે જાણો છો!

નવી દિલ્હી: જ્યારે તમે કોઇપણ પર્સનલ લોન (Personal Loan) લેવા જાવ છો તો તમારા મગજમાં એક વાત હંમેશા આવતી હશે કે આ લોન પર વ્યાજ કેવી રીતે ગણાય છે. સામાન્ય રીતે લોકોને તેની જાણકારી હોતી નથી. એક્સપર્ટના અનુસાર જ્યારે પણ તમે પર્સનલ લોન લેવા માટે જાવ છો તો બેંકના પ્રતિનિધિ પાસેથી તેના પર લાગનાર વ્યાજ વિશે પુરી જાણકારી લેવી જોઇએ. 

એક્સપર્ટના અનુસાર પર્સનલ લોન પર બેંક વ્યાજ બે રીતે કેલ્ક્યુલેટ કરે છે. પહેલું પ્રતિદિવસ અથવા માસિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડેલોજી (Reducing Balance Methodology) અને બીજું વાર્ષિક રિડ્યૂશિંગ મેથેડેલોજી. એક્સપર્ટનું કહેવું છે કે જો તમે દરરોજ અથવા માસિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડેલોજી હેઠળ લોન લો છો, તો દર મહિને હજારો રૂપિયાનો ફાયદો થવાની સંભાવના છે. 

બાકી લોન પર થાય છે વ્યાજની ગણતરી
એક્સપર્ટના અનુસાર પર્સનલ લોન પર જો વ્યાજ દરરોજ અથવા માસિક રિડ્યૂશિંગ બેલેન્સ મેથેડેલોજી હેઠળ ગણતરી થાય છે તો તેના હેઠળ બાકી રહેલી રકમ પર વ્યાજની ગણતરી થાય છે. આમ કરવાથી તમારો ઇએમઆઇ દર મહિને ઓછો થઇ જાય છે. આ પ્રકારે તમને પર્સનલ લોન પર ઇફેક્ટિવ વ્યાજ ઓછું થઇ જાય છે. 

વાર્ષિક રિડ્યૂશિંગ મેથેડેલોજીથી નુકસાન
એક્સપર્ટનું કહેવું છે કે વાર્ષિક રિડ્યૂશિંગ મેથેડેલોજી હેઠળ વર્ષની શરૂઆતમાં જ તમારી બાકી પર્સનલ લોન પર વ્યાજની ગણતરી કરવામાં આવે છે. તેના લીધે તમે વર્ષ સુધી જે ઇએમઆઇ આપો છો તેના પર પણ વ્યાજ આપવું પડે છે. આ રીતમાં તમને પર્સનલ લોનનું વ્યાજ એક વર્ષ બાદ જ ઓછું થઇ શકે છે. 

પ્રોફાઇલથી નક્કી થાય છે વ્યાજ દર
સામાન્ય બેંક વાર્ષિક 10 ટકાથી 16 ટકા સુધીના વ્યાજ પર તમને પર્સનલ લોન આપે છે. મોટાભાગના કેસમાં પર્સનલ લોનના વ્યાજ દર તમારી ઇનકમ પ્રોફાઇલના આધારે નક્કી થાય છે. તમારી કંપની, સેલરી, સેલરી એકાઉન્ટને જોઇને વ્યાજદર નક્કી થાય છે. જો તમારું સેલેરી એકાઉન્ટ છે તો સંબંધિત બેંક તમને પર્સનલ લોન માટે વ્યાજમાં થોડી છૂટ આપી શકે છે.