30 એપ્રિલ સુધી કરી લો આ કામ, ગેરેન્ટી ડબલ થઇ જશે તમારા PF પૈસા
જો તમે પણ નોકરી કરો છો અને તમારી કંપની સેલરીમાંથી પીએફ કાપે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જેમ કે તમે જાણો છો કે પ્રોવિડેંટ ફંડ (PF)ની દ્વષ્ટિએ પ્રાઇવેટ નોકરીવાળાઓ માટે એપ્રિલ મહિનો ખૂબ ખાસ છે. સામાન્ય રીતે પ્રાઇવેટ સેક્ટરમાં આ મહિને કંપનીઓ બધા કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે. આ કંપનીઓમાં અપ્રેજલનો સમય હોય છે. એવામાં નોકરીયાતો પોતાના પીએફના પૈસાને આ મહિને ડબલ કરી શકે છે. જોકે તેના માટે તમારે તમારા એમ્પ્લોયર સાથે વાત કરવી પડશે. તમે તમારા એમ્પલોયરને પીએફ કોંટ્રીબ્યૂશનને વધારી શકો છો. તેનાથી તમારી સેલરીમાં ઇનહેંડ થોડો ઓછો થશે. પરંતુ બચત અને ટેક્સની દ્વષ્ટિએ સારો વિકલ્પ મળી શકે છે.
નવી દિલ્હી: જો તમે પણ નોકરી કરો છો અને તમારી કંપની સેલરીમાંથી પીએફ કાપે છે તો આ સમાચાર તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. જેમ કે તમે જાણો છો કે પ્રોવિડેંટ ફંડ (PF)ની દ્વષ્ટિએ પ્રાઇવેટ નોકરીવાળાઓ માટે એપ્રિલ મહિનો ખૂબ ખાસ છે. સામાન્ય રીતે પ્રાઇવેટ સેક્ટરમાં આ મહિને કંપનીઓ બધા કર્મચારીઓના સેલરી સ્ટ્રક્ચરમાં ફેરફાર કરે છે. આ કંપનીઓમાં અપ્રેજલનો સમય હોય છે. એવામાં નોકરીયાતો પોતાના પીએફના પૈસાને આ મહિને ડબલ કરી શકે છે. જોકે તેના માટે તમારે તમારા એમ્પ્લોયર સાથે વાત કરવી પડશે. તમે તમારા એમ્પલોયરને પીએફ કોંટ્રીબ્યૂશનને વધારી શકો છો. તેનાથી તમારી સેલરીમાં ઇનહેંડ થોડો ઓછો થશે. પરંતુ બચત અને ટેક્સની દ્વષ્ટિએ સારો વિકલ્પ મળી શકે છે.
GST સુવિધા કેંદ્વ ખોલીને કરો કમાણી, 12મી પાસ હોવું છે જરૂરી
આ પ્રકારે વધી જશે પીએફના પૈસા
અમારી સહયોગી વેબસાઇટ www.zeebiz.com/hindi ના અનુસાર જો તમારા એમ્પ્લોયર તમારું પીએફ કોંટ્રીબ્યૂશનને વધારી દે છે. તો તમારા પીએફ એકાઉન્ટમાં દર મહિને પીએફ ફંડમાં વધુ પૈસા જમા થશે. જો સમયાંતરે પીએફ કોંટ્રીબ્યૂશનને વધારવામાં આવે તો રિટાયરમેંટના સમયે તમારું ફંડ ડબલ થઇ જાય છે. હાલના સમયમાં એમ્પ્લોઇઝ પ્રોવિડેંટ ફંડ એટલે કે EPF પર 8.55 ટકા વ્યાજ મળે છે. પીએફ કોંટ્રીબ્યૂશન વધારતા તમારી પીએફની રકમ પર મળનાર વ્યાજ પણ વધુ થશે.
ટૂંક સમયમાં જાહેર થશે 200-500 રૂપિયાની નવી નોટ, RBI એ જણાવ્યું શું હશે અલગ
EPFO ના નિયમ અનુસાર આ સંભવ
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના પૂર્વ આસિસ્ટન્ટ કમિશ્નર એ કે શુક્લાના અનુસાર EPFO નો નિયમ દરેક કર્મચારીને આ છૂટ આપે છે કે તે પોતાની કંપનીને કહીને પોતાનું પીએફ કોંટ્રીબ્યૂશન વધારી સહ્કે છે. એમ્પ્લોઇ પ્રોવિડેંટ ફંડ એક્ટ હેઠળ તેને આ છૂટ આપવામાં આવે છે. નિયમ અનુસાર પ્રોવિડેંટ ફંડમાં બેસિક સેલરી અને ડીએ નું 12 ટકા કર્મચારીના ભાગમાં જમા થાય છે. એટલો જ ભાગ કંપની દ્વારા કર્મચારીના ખાતામાં જમા કરાવવામાં આવે છે. નિયમ અનુસાર કોઇપણ કર્મચારી પોતાના મંથલી કોંટ્રીબ્યૂશનને બેસિક સેલરીથી 100 ટકા સુધી વધારી શકે છે.
ફ્રી કોલિંગ બાદ JIO કરશે મોટો ધમાકો, સસ્તામાં આપશે બ્રોડબેંડ-લેંડલાઇન-TV નો કોમ્બો
આ પ્રકારે ડબલ થઇ જશે PF ના પૈસા
જો કોઇપણ કર્મચારી પોતાના માસિક યોગને બમણો કરી લે છે તો તેના પીએફ ફંડની રકમ આપમેળે બમણી થઇ જશે. હાલની વ્યવસ્થામાં બેસિક સેલરી પર 12 ટકા પીએફનું યોગદાન હોય છે. પરંતુ જો કર્મચારી તેને વધારીને 24 ટકા કરી લે છે તો તેનો પીએફ ફંડ પણ બમણો થઇ જશે.