નવી દિલ્હી: ઘર ખરીદવાની તૈયારી કરી રહેલા લોકો માટે આજે એક મોટા સમાચાર આવી શકે છે. આ સમાચાર આવશે GST કાઉંસિલની બેઠકમાંથી, જ્યાં આજે ઘણી જરૂરી વસ્તુઓ પર ટેક્સમાંથી રાહત મળી શકે છે. વર્ષ 2019 માં આ GST કાઉંસિલની પ્રથમ બેઠકમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠકમાં અંડર કંસ્ટ્રકશન પ્રોપર્ટી પર GST સ્લેબ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી શકે છે. જો આમ થશે તો ઘર ખરીદનારાઓને મોટી રાહત મળી શકે છે. તેનાથી ના ફક્ત ઘર ખરીદનારાઓને પરંતુ ઘર બનાવનારાઓને પણ રાહત મળી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીમેંટ પર અત્યારે નહી ઘટે GST
નાણામંત્રી અરૂણ જેટલીએ તાજેતરમાં જ ઇશારો કર્યો હતો કે ટૂંક સમયમાં સીમેંટને પણ 28% ના સ્લેબથી કાઢીને 18% ટેક્સ સ્લેબમાં લાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે ગ્રાહકના રૂપે 28% સ્લેબ લગભગ ખત થવાના આરે છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સીમેંટ પર GST ઘટાડવાનો પ્રસ્તાવ નથી.

બજેટ 2019: ખુશીના સમાચાર, ઈન્કમ ટેક્સ છૂટની મર્યાદા થઇ શકે છે 5 લાખ!


અને શું છે બેઠકનો એજંડા
જીએસટી કાઉંસિલની 10 જાન્યુઆરીની બેઠકમાં સર્વિસ સેક્ટર, MSME ને પણ મોટી રાહત મળી શકે છે. કાઉંસિલ નાના વેપારીઓ માટે જીએસટી થેસહોલ્ડની લિમિટ 20 લાખ રૂપિયાથી વધારીને 50 લાખ રૂપિયા કરવાની તૈયારી કરી રહી છે. નાના વેપારીઓ અને મેન્યુફેક્ચર્સ માટે કંપોઝિશન સ્કીમની મર્યાદા વધારવાની તૈયારી છે. તેને 1.50 કરોડ સુધી વધારવા પર મોહર લગાવી શકાય છે.

Budget 2019: મિડલ ક્લાસને મળી શકે છે મોટી ભેટ, PM મોદી પણ કરી ચૂક્યા છે ઈશારો


સર્વિસ સેક્ટરને પણ રાહત
સર્વિસ સેક્ટરને પણ કંપોઝિશન સ્કીમનો ફાયદો આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. 50 લાખ રૂપિયા સુધીના ટર્નઓવરવાળા સર્વિસ પ્રોવાઇડરને કંપોઝિશન સ્કીમનો ફાયદો મળી શકે છે. તો બીજી તરફ સ્મોલ સર્વિસ પ્રોવાઇડર માટે 5 ટકા ફ્લેટ જીએસટી લાગૂ કરવાના પ્રસ્તાવ પર પણ મોહર લાગી શકે છે. જોકે તેને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ફાયદો નહી મળે. 

તમારું PF એકાઉન્ટ તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો કેવી રીતે?


રિટર્ન ફાઇલ કરવામાં પણ છૂટની શક્યતા
નાના વેપારીઓને રિટર્ન ફાઇલ કરવાના મામલે પણ મોટી છૂટ મળવાના અણસાર છે. જોકે જીએસટી કાઉંસિલ હવે ત્રિમાસિકના બદલે વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપી શકે છે. જોકે વેપારીઓને ટેક્સ ત્રિમાસિકના આધારે જ ભરવો પડશે. ઇ-વે બિલના ફર્જીવાડાને રોકવા માટે RFID ટેકનિકનો ઉપયોગ કરવા પણ સહમતિ બનાવી શકાય છે. RFID ડેટાને ઇ-વે બિલ સર્વરની સાથે શેર કરવા પર ચર્ચા થઇ શકે છે.