પૈસાની કરી લો વ્યવસ્થા, 14 સપ્ટેમ્બરે આવી રહ્યો છે ધમાકેદાર IPO,જાણો દરેક વિગત
શેર બજારમાં એક બાદ એક કંપનીના આઈપીઓની એન્ટ્રી થઈ રહી છે. હવે 14 સપ્ટેમ્બરે વધુ એક મોટી કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આ કંપનીની પ્રાઇઝ બેન્ડ હજુ સુધી સામે આવી નથી. પરંતુ તમે અહીં આઈપીઓની અન્ય વિગત જાણી શકો છો.
IPO: છેલ્લા કેટલાક સમયથી ઈન્વેસ્ટરો ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ એટલે કે આઈપીઓમાં જોરદાર દાંવ લગાવી રહ્યાં છે. આ ક્રમમાં આગામી 14 સપ્ટેમ્બરે વધુ એક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે. આ કંપની ફાઈનાન્શિયલ ટેક્નોલોજી પ્રોડક્ટ અને સર્વિસ પ્રોવાઇડર ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસ (Zaggle Prepaid Ocean Services)છે. કંપનીની યોજના આ આઈપીઓથી લગભગ 563 કરોડ રૂપિયા ભેગા કરવાની છે. તેમાં ફ્રેશ ઈશ્યૂથી 392 કરોડ રૂપિયા જ્યારે ઓફર ફોર સેલ દ્વારા પ્રમોટર રાજ પી નારાયણમ અને અવિનાશ રમેશ ગોડખિંડી સહિત 8 સેલિંગ શેરધારકો દ્વારા 1,04,49,816 ઈક્વિટી શેરના વેચાણનો પ્રસ્તાવ સામેલ છે.
563.38 કરોડ રૂપિયા ભેગા કરવાનો પ્લાન
કંપનીએ ઓગસ્ટ 2023માં 164 રૂપિયા પ્રતિ શેર પ્રમાણે 98 કરોડ રૂપિયાની કિંમતના 59.75 લાખ ઈક્વિટી શેરનું પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ કર્યું હતું. જો આઈપીઓની ઓફર પ્રાઇઝ 164 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવે છે તો કુલ ઈશ્યૂની સાઇઝ 563.38 કરોડ રૂપિયા (ફ્રેશ ઈશ્યૂ 392 કરોડ રૂપિયા+ ઓએફએસ 171.38 કરોડ રૂપિયા) હોઈ શકે છે.
આ પણ વાંચોઃ શું તમારી પાસે છે આ શેર? 22000% નું તોફાની રિટર્ન, ભાવ 50 રૂપિયા કરતા પણ ઓછો
કોને મળશે કેટલા શેર
આઈપીઓ દ્વારા ફર્મે ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશન બાયર્સ માટે ઈશ્યૂ સાઇઝના 75 ટકા રિઝર્વ રાખ્યા છે. તેમાંથી એન્કર ઈન્વેસ્ટર્સને 60 ટકા એલોટમેન્ટ કરવામાં આવી શકે છે. બાકીના 15 ટકા શેર હાઈ નેટવર્થ ઈન્ડિવિઝ્યુઅલ્સ અને 10 ટકા શેર રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ઈશ્યૂ કરવામાં આવશે. નોંધનીય છે કે એન્કર ઈન્વેસ્ટર્સ માટે આ આઈપીઓ 1 દિવસ પહેલા એટલે કે 13 સપ્ટેમ્બરે ખુલશે. જ્યારે આઈપીઓમાં બોલી લગાવવાની છેલ્લી તારીખ 18 સપ્ટેમ્બર છે.
શું છે કંપનીની યોજના
નોંધનીય છે કે આ આઈપીઓથી ભેગા કરવામાં આવેલા 300 કરોડ રૂપિયાનો ઉપયોગ કંપની કસ્ટમર એક્ઝિબિશન અને રિટેન્શન માટે કરશે. આ સિવાય 40 કરોડ રૂપિયાનો ઉપયોગ ટેક્નોલોજી અને પ્રોડક્ટ ડેવલોપમેન્ટ માટે કરવામાં આવશે. બીજી તરફ કંપની ફ્રેશ ઈશ્યૂ મની દ્વારા 17.08 કરોડ રૂપિયાની લોન ચુકવશે. બાકી બચેલા પૈસાનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્ય માટે કરવામાં આવશે. નોંધનીય છે કે માર્ચ 2023 સુધી કંપનીની કુલ બાકી લોન 90.03 કરોડ રૂપિયા હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube