Multibagger Stock: શું તમારી પાસે છે આ શેર? 22000% નું તોફાની રિટર્ન, ભાવ 50 રૂપિયા કરતા પણ ઓછો

Multibagger Stock: છેલ્લા 5 વર્ષ દરમિયાન 22,000% રિટર્ન? જી હા આ વાત બિલકુલ સાચી છે. આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી નાખ્યા છે. આ તોફાની તેજી છતાં કંપનીના શેરના ભાવ 50 રૂપિયાથી પણ ઓછા છે

Multibagger Stock: શું તમારી પાસે છે આ શેર? 22000% નું તોફાની રિટર્ન, ભાવ 50 રૂપિયા કરતા પણ ઓછો

Multibagger Stock: છેલ્લા 5 વર્ષ દરમિયાન 22,000% રિટર્ન? જી હા આ વાત બિલકુલ સાચી છે. આ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી નાખ્યા છે. આ તોફાની તેજી છતાં કંપનીના શેરના ભાવ 50 રૂપિયાથી પણ ઓછા છે. જો કે આ કંપનીના શેર ઉપરાંત બીજા 15 સ્ટોક એવા છે જેમણે છેલ્લા એક વર્ષ દરમિયાન રોકાણકારોને 1000 ટકા કરતા વધુ રિટર્ન આપેલું છે. 

આ કંપનીએ બનાવ્યા માલામાલ
અમે વાત કરી રહ્યા છે રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝ (Raj Rayon Industries) કંપનીની. જેણે રોકાણકારોને અઢળક અને અકલ્પનીય રિટર્ન આપ્યું છે. એક વર્ષમાં કેટલું રિટર્ન મળ્યું એ જોઈએ તો એક વર્ષ પહેલા આ સ્ટોકને ખરીદીને અત્યાર સુધી હોલ્ડ કરનારા રોકાણકારોને અત્યાર સુધીમાં 200 ટકાથી વધુનો ફાયદો થઈ ચૂક્યો છે. છેલ્લા 6 મહિના દરમિયાન કંપનીના શેરોના ભાવમાં 50 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. નફો વસૂલવાનો આ સિલસિલો એક મહિના દરમિયાન પણ ચાલુ રહ્યો. જો કે કંપનીએ છેલ્લા 5 વર્ષમાં 22,000% રિટર્ન આપ્યું છે. 

આ સિવાય કઈ કંપનીઓએ આપ્યું છે મસ્ત રિટર્ન?
રાજ રેયોન ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત રિતેશ પ્રોપર્ટીઝ એન્ડ લિમિટેડ, આરઆરઆઈએલ લિમિટેડ, લોયડ એન્જિનિયરિંગ, અગ્રવાલ ફોર્ચ્યુનના શેરની કિંમતોમાં ક્રમશ: 4100 ટકા, 3963 ટકા, 2534 ટકા અને 2254 ટકાનું રિટર્ન આ ટાઈમ પિરિયડ દરમિયાન મળ્યું છે. 7 સપ્ટેમ્બરે આ કંપનીઓના શેરનો  ભાવ 19 રૂપિયાથી 43 રૂપિયા વચ્ચે હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news