ZEEL-Invesco Case: ` પદની નહીં કંપનીના ભવિષ્યની ચિંતા, પુનીત ગોયનકા બોલ્યા- `ZEE ને બચાવવા માટે લડતો રહીશ`
ZEEL-Invesco Case: ગોયનકાએ લખ્યુ-` આજે દુર્ભાર્યપૂર્ણ પરિસ્થિતિઓ જેનો અમે આજે સામનો કરી રહ્યાં છીએ અને આ સંબંધમાં ખટાસ જોઈને મને દુખ થાય છે. ઇન્વેસ્કોએ પોતાનો પ્લાન પહેલા કેમ જાહેર ન કર્યો?
ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઈનમેન્ટ અને ઇન્વેસ્કો વિવાદ પર દરરોજ નવા નવા ખુલાસા થઈ રહ્યાં છે. પહેલા ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડની સામે રિલાયન્સની સાથે થનારી ડીલનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું. ત્યારબાદ રિલાયન્સે સ્વીકાર કર્યો કે ડીલમાં તે પુનીત ગોયનકાની MD અને CEO પદે નિમણૂંક કરવા ઈચ્છતું હતું. તો મીડિયાના મોટા એક્સપર્ટ ડો. અનુરાગ બત્રાએ પણ પોતાનો પક્ષ મજબૂતી સાથે રાખતા પુનીત ગોયનકાનું સમર્થન કર્યુ. આ બધા બાદ ઇન્વેસ્કો બેકફૂટ પર છે અને તેનો ઈરાદો બધાની સામે આવી ગયો છે. આ વિવાદમાં પ્રથમવાર ખુદ પુનીત ગોયનકાએ નિવેદન જાહેર કર્યું છે.
પ્રથમવાર ઇન્વેસ્કોના મામલા પર આવ્યું નિવેદન
ઇન્વેસ્કો મામલા પર ઝી એન્ટરટેઈનમેન્ટના MD અને CEO પુનીત ગોયનકાએ લેખિત નિવેદન જાહેર કરી કહ્યું કે ઘણીવા મૌન સૌથી સારો જવાબ હોય છે. પરંતુ મેં અનુભવ્યું કે આ મામલામાં યોગ્ય સમયે બોલવુ જરૂરી હોય છે.
તેમણે એક નોટ લખતા આ મામલામાં કેટલીક વાતો જાહેર કરી છે. તેમણે કહ્યું- 'હું ઈન્વેસ્કોની સાથે ચાલી રહેલા મુદ્દા પર મૌન તોડવા પર વિવશ થઈ ગયો છું. હું હંમેશા પારદર્શિતા સાથે વાતો અને નિવેદન આપુ છું. મને તે પણ આશા છે કે આ મામલામાં આ મારૂ પ્રથમ અને છેલ્લુ નિવેદન હશે. ત્યારબાદ અમે ZEEની વેલ્યૂ-ક્રિએશન જર્ની પર ફોકસ કરીશું.'
કંપનીના ભવિષ્યને લઈને ચિંતા'
ગોયનકાએ લખ્યુ- સૌથી પહેલાં હું જણાવવા ઈચ્છુ છું કે ઇન્વેસ્કોએ કંપનીને મોટાભાગે ખુબ સપોર્ટ કર્યો છે. આજે દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ જેનો અમે બધા સામનો કરી રહ્યાં છીએ અને આ સંબંધમાં ખટાસ જોઈ મને દુખ થાય છે. ઇન્વેસ્કોએ પોતાનો પ્લાન પહેલાં કેમ જાહેર ન કર્યો? કોર્પોરેટ ગવર્નેંસ માત્ર કંપનીઓ પર લાગૂ, મોટા રોકાણકારો પર નહીં? મને મારા પદ નહીં કંપનીના ભવિષ્યને લઈને ચિંતા છે.
'કંપનીના હિતોને નુકસાન નહીં થવા દઈએ'
ગોયનકાએ નોટમાં લખ્યુ- હાલની લડાઈનો ઈરાદો કંપની વધુ મજબૂત બને. આપણે તે પ્રયાસ કરવાનો છે કે કંપનીના ભવિષ્ય પર આંચ ન આવે. અમારો પ્રયાસ છે કે શેરહોલ્ડર વેલ્યૂને કોઈ નુકસાન ન થવું જોઈએ. ઇન્વેસ્કોની સાથે જે વાતચીત હતી તેને જાહેર કરવી જરૂરી હતી. તેનો હેતુ હતુ કે ઇન્વેસ્કોને લઈને જે પણ સત્ય છે તે બધાની સામે આવે. જણાવવું જરૂરી હતું કે ઇન્વેસ્કોની ડીલ રોકાણકારોના હિતમાં નહોતી. પ્રસ્તાવ પર એટલા માટે રાજી નહોતો કારણ કે રોકાણકારોને નુકસાન થા. કંપનીની વેલ્યૂ, રોકાણકારોના હિતો પર કોઈપણ દબાવથી સમજુતી ન કરી શકીએ. ઘણી એવી વાતો પર છે જેને સમય આવવા પર જાહેર કરવામાં આવશે. કોઈ એકના ફાયદા માટે કંપનીના હિતો પર આંચ આવવા દેશું નહીં.
'ભવિષ્ય ખુબ સારૂ છે'
ગોયનકાએ કહ્યુ- 'ઇન્વેસ્કોની સાથે વિવાદ ખુબ દુખદ છે અને સ્થિતિ અફસોસજનક. ઇન્વેસ્કો મોટાભાગે ખુબ સપોર્ટિવ ઇન્વેસ્ટર રહ્યું. શરૂઆતથી મારૂ વલણ પારદર્શિ રહ્યું, તેથી હવે બોલવુ જરૂરી છે. ઇન્વેસ્કોને લઈને મારૂ આ પ્રથમ અને છેલ્લું નિવેદન હશે. આ અમારા બધાની મહેનતનું ફળ છે કે મોટા રોકાણકારો રસ દાખવી રહ્યાં છે. રોકાણકારો અમારી સાથે જોડાવા ઈચ્છે છે, કારણ કે ભવિષ્ય ખુબ સારૂ છે. હું ઈચ્છુ છું કે કંપનીનું ભવિષ્ય વધુ સારૂ બને. ઈચ્છુ છું કે રોકાણકારોને સારૂ રિટર્ન અને વેલ્યૂ મળે. કંપની અને તેના લોકો શાનદાર પ્રગતિ કરે તે મારી ઈચ્છા છે. ગ્રોથની સાથે હું ઈમાનદારી, પારદર્શિતા, પોઝિટિવ માહોલ પણ રહેવો જોઈએ. પરંતુ હાલની સ્થિતિ જે રીતે બની રહે છે તેને જોઈને નિરાશ છું.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube