ZEEL-Invesco: RIL નું મહત્વનું નિવેદન- Zee ની સાથે મર્જરની હતી તૈયારી, પુનીત ગોયનકાને જ MD અને CEO બનાવવાનો હતો પ્રસ્તાવ

ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઈનમેન્ટ અને ઇન્વેસ્કોના મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. રિલાયન્સે આ મામલાને લઈને પોતાનું નિવેદન જાહેર કર્યું છે. 

ZEEL-Invesco: RIL નું મહત્વનું નિવેદન- Zee ની સાથે મર્જરની હતી તૈયારી, પુનીત ગોયનકાને જ MD અને CEO બનાવવાનો હતો પ્રસ્તાવ

ZEEL-Invesco Case: ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડ (ZEEL) અને ઇન્વેસ્કો (Invesco) મામલામાં મહત્વનો વળાંક આવ્યો છે. ઇન્વેસ્કો પોતાની જાળમાં ખુદ ફસાય રહ્યું છે. ઇન્વેસ્કોએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે Zee નું મર્જર રિલાયન્સની સાથે કરાવવાનો પ્રયાસ કર્યો હતો. હવે આ મામલામાં રિલાયન્સે નિવેદન આપ્યું છે. રિલાયન્સે કહ્યું કે, તેણે પોતાની મીડિયા પ્રોપર્ટીઝનું મર્જર ઝીની સાથે કરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભાગીદારીને લઈને સહમતિ બની શકી નહીં. પરંતુ રિલાયન્સે તે વાતની પુષ્ટિ કરી છે કે મર્જર બાદ પુનીત ગોયનકાને (Punit Goenka) જ MD અને CEO બનાવી રાખવાની તૈયારી હતી. રિલાનય્સે ઇન્વેસ્કોના નિવેદન પર સ્પષ્ટતા કરતા કહ્યું કે, ઝી અને ઇન્વેસ્કો વચ્ચે વિવાદમાં નામ આવવાથી અમને દુખ છે. મીડિયામાં આવી રહેલા સમાચારો સાચા નથી. 

ઇન્વેસ્કોએ કરી હતી મર્જર માટે વાતચીતમાં મદદ
જાણકારોનું તે પણ માનવું છે કે મામલામાં ઇન્વેસ્કોની ભૂમિકા સમજાતી નથી. SEBI અને બીજી એજન્સીઓએ આ મામલામાં તપાસ જરૂર કરવી જોઈએ. આ વચ્ચે રિલાયન્સે જે નિવેદન જાહેર કર્યું છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી-માર્ચ 2021માં ઇન્વેસ્કોએ અમારા પ્રતિનિધિઓ અને ઝીના સંસ્થાપક પરિવારના સભ્ય અને મેનેજિંગ ડિરેક્ટર પુનીત ગોયનકા (Punit Goenka) વચ્ચે સીધી વાતચીતમાં રિલાયન્સની મદદ કરી હતી. 

મર્જરને લઈને રાખ્યો હતો મોટો પ્રસ્તાવ
અમે ZEE ની સાથે પોતાના મીડિયા બિઝનેસના વિલય માટે એક મોટો પ્રસ્તાવ રાખ્યો હતો.  ZEE અને તેની બધી સંપત્તિઓનું યોગ્ય વેલ્યૂએશન નક્કી કરવામાં આવ્યું હતું. ZEE અને અમારી સંપત્તિઓનું વેલ્યૂએશનને બરાબરના માપદંડ પર નક્કી કરવામાં આવ્યું હતું. પ્રસ્તાવમાં બધી વિલય થનારી સંસ્થાોની તાકાતનો ઉપયોગ કરવાની ડિમાન્ડ રાખવામાં આવી હતી અને ZEE ના શેરધારકો સહિત બધાના હિતોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા. 

મર્જર બાદ પુનીત ગોયનકા MD હોત
રિલાયન્સ હંમેશા રોકાણ કરનારી કંપનીઓના હાલના મેનેજિંગ ડાયરેક્ટરને યથાવત રાખવામાં વિશ્વાસ કરે છે. એટલું જ નહીં સારા પ્રદર્શન માટે તેમને રિવોર્ડ પણ આપે છે. તેથી મર્જરના પ્રસ્તાવમાં પુનીત ગોયનકાને (Punit Goenka) જ મેનેજિંગ ડાયરેક્ટર (MD) બનાવી રાખવાની વાત કહેવામાં આવી હતી. 

ઇન્વેસ્કોએ શરૂ કર્યો હતો વિવાદ
પરંતુ ગોયનકા અને ઇન્વેસ્કો વચ્ચે પ્રેફરેન્શિયલ વોરન્ટ્સ (Preferential Warrants) દ્વારા સંસ્થાપક પરિવારની ભાગીદારી વધારવા પર મતભેદ શરૂ થયો હતો. રોકાણકારોનું માનવું હતું કે ભાગીદારી હંમેશા બજારમાં ખરીદારી દ્વારા પોતાની ભાગીદારી વધારી શકે છે. રિલાયન્સમાં અમે બધા સંસ્થાપકોનું સન્માન કરીએ છીએ અને ક્યારેય કોઈપણ શત્રુતાપૂર્ણ લેણદેણનો સહારો લીધો નથી. તેથી અમે આ ડીલમાં આગળ ન વધી શક્યા. 

રિલાયન્સ સાથે જોડાયેલા છે ઇન્વેસ્કોના પ્રસ્તાવિત નામ
પરંતુ આ મામલાને નજીકથી જાણનારાનું કહેવું છે કે ઇન્વેસ્કોએ જે 6 બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના નામ સૂચવ્યા છે તે કોઈ પ્રકારે રિલાયન્સ સાથે જોડાયેલા છે અને આ મામલાની SEBI કે બીજી એજન્સીઓએ તપાસ કરવી જોઈએ. 

22 ઓક્ટોબરે યોજાઈ શકે છે કંપનીની EGM
મહત્વનું છે કે ઇન્વેસ્કો ગેરકાયદેસર રીતે ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડમાં ફેરફારનો પ્રયાસ કરી રહ્યું છે. 6 ઇન્ડિપેન્ડેટ ડાયરેક્ટર્સની નિમણૂંક માટે ઇન્વેસ્કો સતત EGM બોલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. પરંતુ આ અધિકાર બોર્ડનો છે અને NCLAT એ આ મામલામાં ઝી એન્ટરટેઈનમેન્ટને જવાબ આપવા માટે 22 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news