ZEEL-SONY નું મર્જર ફાઇનલ સ્ટેજમાં પહોંચ્યું, $2 અબજ હશે નવી કંપનીનું રેવેન્યૂ, પુનીત ગોયનકા બોલ્યા- બધુ છે ટ્રેક પર
ZEEL-SONY Merger: Zeel અને Sony ના મર્જરથી દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે. અમારૂ રેવેન્યૂ સ્ટેન્ડઅલોન આધાર પર આશરે બે અબજ ડોલરનું હશે.
ZEE-Sony merger: મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપની Zee Entertainment Enterprises Ltd (ZEEL) ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO પુનીત ગોયનકા (Punit Goenka) એ કહ્યુ છે કે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા (Sony Pictures Networks India) ની સાથે પ્રસ્તાવિત મર્જરમાં બધુ ટ્રેક પર છે અને પૂરુ થવાના ફાઇનલ સ્ટેજ સુધી પહોંચી ચુક્યું છે.
નવી કંપનીનું રેવેન્યૂ 2 અબજ ડોલરનું હશે
APOS India Summit માં ગોયનકાએ કહ્યુ કે, મર્જરથી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઇન્ડસ્ટ્રીને હંમેશા ફાયદો થયો છે. ગોયનકાએ કહ્યુ, 'મારૂ ચોક્કસપણે માનવુ છે કે આ કંસોલિડેશનથી પૂરી ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે. ' Zee અને Sony ના મર્જરથી દેશની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે. અમારૂ રેવેન્યૂ સ્ટેન્ડઅલોન આધાર પર આશરે 2 અબજ ડોલરનું હશે. સાથે મર્જર બાદ બનનારી કંપનીમાં સોની જે મૂડી લગાવશે, તેનાથી અમને સ્પોર્ટ્સ સહિત બીજા પ્રીમિયમ કન્ટેન્ટમાં વધુ રોકાણ કરવાની તક મળશે.
પુનીત ગોયનકાએ કહ્યુ- બંને કંપનીઓનો બિઝનેસ લગભગ એક જેવો છે અને કેટલાક મામલામાં ઓવરલેપ પણ કરે છે. ઝીએ 2017માં Ten Sports ને Sony ને વેંચ્યું હતું. પરંતુ હવે મર્જર બાદ નવી કંપનીમાં સ્પોર્ટ્ઝ ઝેનરની ફરીથી વાપસી થશે. તક શાનદાર છે. ડિજિટલ દુનિયાએ પૈસા કમાવવાના નવા સ્ત્રોત બનાવ્યા છે, જે લગભગ 5 વર્ષ સુધી હાજર નહોતા. માત્ર આ સેક્ટરમાં અનેક નવી વસ્તુ થઈ રહી છે. તેવામાં ચોક્કસપણે નવી કંપની માટે સ્પોર્ટ્સ પણ એક નવો ફોકસ એરિયા હશે.
TV માં રોકાણ કરવાનું યથાવત રાખશે ZEE
ગોયનકાએ કહ્યુ કે, ભારત નજીકના ભવિષ્યમાં ટીવી અને ડિજિટલ માટે મોટું બજાર બનશે. એક કંપનીના રૂપમાં Zee પોતાની ડિજિટલ ઉપસ્થિતિને વધારવા અને તેની સાથે લિનિયર ટીવીમાં રોકાણ કરવાનું યથાવત રાખશે.
શેર બજારમાં લિસ્ટ થશે નવી કંપની
ઝી એન્ટરટેઈનમેન્ટ-સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઈન્ડિયા વચ્ચે મર્જરની જાહેરાત 22 સપ્ટેમ્બર 2021ના કરવામાં આવી હતી. ZEEL-Sony મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605.94 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પુનીત ગોયનકા મર્જર બાદ બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર (MD) અને CEO બન્યા રહેશે. મર્જર બાદ ઝી એન્ટરટેઈનમેન્ટની પાસે 47.07 ટકા ભાગીદારી રહેશે. સોની પિક્ચર્સની પાસે 52.93 ટકા ભાગીદારી હશે. મર્જર કંપનીને પણ શેર બજારમાં લિસ્ટ કરાવવામાં આવશે.
બોર્ડ ડાયરેક્ટરને નોમિનેટ કરશે સોની ગ્રુપ
બંને કંપનાના ટીવી કારોબાર, ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન ઓપરેશન્સ અને પ્રોગ્રામ લાઇબ્રેરીને પણ મર્જ કરવામાં આવી રહી છે. ZEEL અને SPNI વચ્ચે એક્સક્લુઝિવ નોન-બાઇન્ડિંગ ટર્મ શીટનો કરાર થયો છે. હાલની પ્રમોટર ફેમેલી Zee ની પાસે પોતાના શેરહોલ્ડિંગને 4 ટકાથી વધારીને 20 ટકા કરવાનો વિકલ્પ હશે. બોર્ડમાં મોટાભાગના ડાયરેક્ટરને નોમિનેટ કરવાનો અધિકાર સોની ગ્રુપ પાસે હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube