Zerodha Gold ETF: નવી સ્કીમ: સોનામાં રોકાણ કરવાની તક, જીરોધાએ લોન્ચ કર્યું Gold ETF
Zerodha Fund House: ગોલ્ડ ઇટીફમાં રોકાણ કરવું એકદમ સરળ તો છે સાથે જ ફિજિકલ સોનું ખરીદવાના જોખમથી પણ બચાવે છે.
Upcoming gold ETF in India: સોનામાં રોકાણ હાલમાં રોકાણકારોને ખૂબ આકર્ષે છે. દુનિયાભરના સેન્ટ્રલ બેંક જ્યારે સોનાની ખરીદી રહ્યા છે તો સામાન્ય રોકાણકારો ભલા કેમ પાછળ રહી જાય. એવામાં જીરોધા હાઉસે પોતાની નવી સ્કીમ ગોલ્ડ ઇટીએફ (Zerodha Gold ETF) ને લોન્ચ કરી દીધી છે. 16 ફેબ્રુઆરીથી લઇને 21 ફેબ્રુઆરી સુધી જીરોધા ગોલ્ડ ઇટીએફ સ્કીમ રોકાણકારોની અરજી કરવા માટે ખુલી રહેશે. અને એક માર્ચ 2024 ના રોજ બીએસઇ અને એનએસઇ પર તેની લિસ્ટિંગ થશે.
Paytm નહી પબ્લિકને RBI એ આપી મોટી રાહત, હવે આ તારીખ સુધી ચાલશે Paytm Paytment Bank
પિતા કારગીલ જંગના હીરો, પુત્રએ ડેબ્યૂ ટેસ્ટમાં કર્યો કમાલ, સર્જ્યા ઘણા રેકોર્ડ
જીરોધ ફંડ હાઉસના અનુસાર જીરોધા ગોલ્ડ ઇટીએફ સ્કીમ એક ઓપન એન્ડેડ સ્કીમ અને લો-કોસ્ટ ઇટીએફ છે. રોકાણકારો જીરોધા ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરી પોતાના રોકાણકારોના પોર્ટફોલિયામાં સોનાને પણ સામેલ કરી શકે છે. જીરોધા ગોલ્ડ ઇટીએફ સ્કીમનો મુખ્ય હેતુ ઘરેલૂ બજારમાં સોનાની કિંમતોના પ્રદર્શનના આધાર પર રિટર્ન જનરેટ કરે છે. જીરોધા ગોલ્ડ ઇટીએફ 95 થી સોનાને પણ સામેલ કરી શકે છે. જીરોધા ગોલ્ડ ઇટીએફ સ્કીમનો મુખ્ય હેતુ ઘરેલૂ બજારમાં સોનાની કિંમતોના પ્રદર્શનના આધાર પર રિટર્ન જનરેટ કરવાનો છે. જીરોધા ગોલ્ડ ઇટીએફ 95 થી લઇને 100 ટકા રકમ ફિજિકલ ગોલ્ડ અને ગોલ્ડ સાથે જોડાયેલા બીજા ઇંસ્ટ્રુમેન્ટમાં રોકાણ કરશે, તો બીજી તરફ 0 થી લઇને 5 ટકા સુધી સ્કીમની રકમને ડેટ, મની માર્કેટ ઇંસ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવામાં આવશે.
હવે નહી કરવા પડે ભાઇ-બાપા! AI model ટેકસ્ટ પ્રોમ્પથી બનાવી શકો છો 1 મિનિનો વીડિયો
જીરોધા ફંડ હાઉસના સીઇઓ વિશાલ જૈને જીરોધા ગોલ્ડ ઇટીએફના લોન્ચિંગ પર કહ્યું કે સોનું એવું ફાઇનેંશિયલ એસેટનો દરજ્જો પ્રાપ્ત છે જે મોંઘવારી દરમિયાન પોતાના વેલ્યૂ અને પર્ચેજિંગ પાવરને યથાવત રાખે છે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણ કરવું સરળ તો છે જ સાથે ફિજિકલ સોનું રાખવાના જોખમની ચિંતાઓથી રોકાણકારોને મુક્ત કરે છે. તેમણે કહ્યું કે સોનાની ઇક્વિટી સાથે કોઇ સંબંધ નથી એવામાં રોકાણકારોના પોર્ટફોલિયામાં એકદમ ઓછો ઉતાર ચઢાવ જોવા મળે છે.
ફરવાના શોખીનો માટે ગુજરાત સ્વર્ગથી કમ નથી, ઇતિહાસ પ્રેમીઓ ખાસ લે આ સ્થળોની મુલાકાત
Rajkot: આ 5 સ્થળોની મુલાકાત લીધા વિના અધુરી છે રાજકોટની ટૂર, એકવાર જરૂર આંટો મારજો
જીરોધા ગોલ્ડ ઇટીએફ (Zerodha Gold ETF) ના NFO માં રોકાણકાર લઘુત્તમ રૂ. 500 અને તેનાથી વધુનું રોકાણ કરી શકે છે, તે રૂ. 100 ના ગુણાંકમાં ઇચ્છે તેટલું રોકાણ કરી શકે છે. સ્ટોક એક્સચેન્જમાં ઝેરોધા ગોલ્ડ ETF ની લિસ્ટિંગ પછી ગોલ્ડ ETF સીધા એક્સચેન્જમાંથી ખરીદી શકાય છે. Zerodha Gold ETF ની શરૂઆતી NAV (નેટ એસેટ વેલ્યુ) યુનિટ દીઠ રૂ. 10 હશે.
ઘણા દેશો અને દરિયાકાંઠાના શહેરો ડૂબી જશે : ખતરાની ઘંટડી, ગ્રીનલેન્ડ હવે સફેદ નથી
સાવધાન! ઝડપથી બદલાઇ રહી છે દેશની ડેમોગ્રાફી, આગામી 30 વર્ષમાં 'ઘરડું' થઇ જશે ભારત!
તાજેતરમાં જ એમ્ફીએ પોતાના ડેટામાં જણાવ્યું કે જાન્યુઆરી 2024 માં ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (Gold Exchange Traded Fund) માં કુલ 657 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે જે તેનાથી ડિસેમ્બર 2023 ની તુલનામાં 7 ગણું વધારે છે. એમ્ફીના ડેટા અનુસાર જાન્યુઆરીના અંત સુધી ગોલ્ડ ફંડનું એયૂએમ મેનેજમેન્ટ (Asset Under Management) 27,778 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
લસણ 400 રૂપિયે કિલો: ચોરીની બીકે ખેડૂતે ખેતરમાં લગાવ્યા કેમેરા, ખેડૂતો બન્યા કરોડપતિ
500 રૂપિયા લઇને નિકળેલા વ્યક્તિએ મહેનતથી લખ્યું નસીબ, શૂન્યથી 7 હજાર કરોડ સુધીની સફર