280 રૂપિયા પર જઈ શકે છે આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદ, થવાની છે મોટી ડીલ
ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના શેર છેલ્લા ઘણા સેશન્સથી ફોકસમાં છે. કંપનીના શેર પર માર્કેટ એનાલિસ્ટ પણ બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે.
Zomato Share: ફૂડ ડિલીવરી કંપની ઝોમેટાના શેર છેલ્લા કેટલાક સેશન્સથી ફોકસમાં છે. કંપનીના શેર પર માર્કેટ એનાલિસ્ટ બુલિશ છે અને તેને ખરીદવાની સલાહ આપી રહ્યાં છે. માર્કેટ એક્સપર્ટ પ્રમાણે ઝોમેટાના શેરમાં આવનારા દિવસોમાં 40 ટકાથી વધુની તેજી આવી શકે છે. ઝોમેટાા શેર આજે બુધવારે 6 ટકાની તેજી સાથે 200.90 ના ઈન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગયા. બાદમાં તેમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું અને શેર 198.55 રૂપિયા પર બંધ થયો છે.
શેરમાં તેજીનું કારણ
ફૂડ ડિલીવરી ફર્મ દ્વારા પેટીએમના મૂવી અને બિઝનેસના અધિગ્રહણના સંબંધમાં પેટીએમની સાથે ચર્ચાની પુષ્ટિ બાદ ઝોમેટોના શેરમાં તેજી છે. કંપનીના શેર 2 સેશનમાં 7 ટકાથી વધુ ઉપર ગયા છે. તો બ્રોકરેજે ઝોમેટો પર 51 ટકા સુધીના વધારાની સંભાવના સાથે બાય કોલ યથાવત રાખ્યો છે. જેએમ ફાઈનાન્શિયલે ઝોમેટો પર 250 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇઝની સાથે ખરીદીની સલાહ આપી છે. એમકેએ સ્ટોક માટે 280 રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો છે, જે 40 ટકાની સંભવિત વૃદ્ધિનો સંકેત છે.
આ પણ વાંચોઃ 24 જૂને ઓપન થશે આ કંપનીનો આઈપીઓ, પ્રાઇઝ બેન્ડ 55 રૂપિયા, ચેક કરો ડિટેલ
માર્ચ ક્વાર્ટરના પરિણામ
નોંધનીય છે કે ઓનલાઈન ઓર્ડર લઈને ભોજન પહોંચાડનારી કંપની ઝોમેટો લિમિટેડે પાછલા નાણાકીય વર્ષના માર્ચમાં સમાપ્ત ચોથા ક્વાર્ટરમાં 175 કરોડ રૂપિયાની ચોખી કમાણી કરી છે. તેનાથી પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીને 188 કરોડ રૂપિયાની ખોટ ગઈ હતી. એક વર્ષ પહેલા સમાનગાળામાં આ આંકડો 2056 કરોડ રૂપિયા પર હતો. માર્ચ 2024ના સમાપ્ત ક્વાર્ટરમાં કંપનીનો કુલ ખર્ચ 3636 કરોડ રૂપિયા રહ્યો, જે તેના પાછલા વર્ષના સમાન ક્વાર્ટરમાં 2431 કરોડ રૂપિયા હતો. નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની કુલ ઓપરેટિંગ આવક 12144 કરોડ રૂપિયા રહી હતી.
(ડિસ્ક્લેમરઃ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. એટલે હંમેશા તમારા એડવાઇઝરની સલાહ લેવી)