નવી દિલ્હીઃ ZEEL-SONY Merger: ઝી એન્ટરટેઈનમેન્ટ (ZEEL) ની સાથે સોની પિક્ચર્સ (SPNI) ના મર્જરની જાહેરાતનું ઇન્ડસ્ટ્રીએ સ્વાગત કર્યું. શેર બજાર પણ ખુશ થયું હતું. શેરહોલ્ડરને પણ વિશ્વાસ છે. પરંતુ ઇનવેસ્કો હજુ પણ ઝી એન્ટરટેઈનમેન્ટના બોર્ડને બદલવાની માંગ કરી રહ્યું છે. આ મામલામાં કેટલીક મીડિયા સંસ્થા  Zee ને આડાઅવળાં સવાલો કરી રહ્યું છે. તેમનું માનવું છે કે ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઇઝે સવાલોનો જવાબ આપવો જોઈએ. પરંતુ આવા સમાચારો પાયાવિહોણા છે. કારણ કે ZEEL એ SONY ની સાથે ડીલ કરી શેરધારકોની સામે પોતાનો પ્લાન રજૂ કરી દીધો છે. ઇન્ડસ્ટ્રીની સાથે પણ ક્લારિટી છે. તો ઇન્વેસ્કોની ઈચ્છા પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. તેની પાછળ કોનો હાથ છે? આ સવાલથી ઇન્વેસ્કો ભાગી કેમ રહ્યું છે? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડીલમાં કેમ આડુ આવી રહ્યું છે ઇન્વેસ્કો?
ઝી એન્ટરટેઈનમેન્ટના મામલામાં ઇન્વેસ્કો ખુદ સવાલોના ઘેરામાં ફસાતું જોવા મળી રહ્યું છે. કારણ કે ઇન્વેસ્કોની પાસે તેનો કોઈ જવાબ નથી કે આખરે તે કોના ઇશારે કામ કરી રહ્યું છે? આખરે આટલી સારી ડીલમાં કેમ વિઘ્ન પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે? આખરે ઇન્વેસ્કો કોનું મહોરુ બનીને રોકાણકારોને ગેરમાર્ગે દોરી રહ્યું છે? આવા અનેક સવાલ છે જે ઇન્વેસ્કોને લઈને ઉઠી રહ્યાં છે. ઇન્વેસ્કોએ આ મામલામાં પારદર્શિતા રાખી નથી.  ZEEL-SONY ના મર્જર બાદ બનનારી કંપનીમાં પુનીત ગોયનકા MD-CEO  હશે. આ વિશ્વાસ સોની પિક્ચર્સ નેટવર્ક ઈન્ડિયાએ પણ વ્યક્ત કર્યો છે. પરંતુ ઇન્વેસ્કોને આ વાત કેમ ખટકી રહી છે? ઇન્વેસ્કો મેનેજમેન્ટમાં કોને રાખશે તે કેમ જણાવતી નથી?


જો નક્કર બોર્ડ નથી, તો ઇન્વેસ્કો શા માટે ફેરફાર ઇચ્છે છે?
ઇન્વેસ્કો પાસે એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગમાં નક્કર બોર્ડ દરખાસ્ત અથવા અનુભવ નથી. સવાલ એ છે કે, પછી ઇન્વેસ્કોનો ઇરાદો શું છે? એક તરફ, ઝી એન્ટરટેઇનમેન્ટના હાલના બોર્ડમાં વિવિધ ક્ષેત્રના અનુભવી અને જાણીતા નામોનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ઇન્વેસ્કોના બોર્ડમાં એવું કોઈ નામ નથી, જેને મીડિયા અને મનોરંજન ક્ષેત્રે કોઈ વિશાળ અનુભવ હોય. તો તેઓ કયા આધારે નામ આપવામાં આવ્યા છે? ઇન્વેસ્કોએ પારદર્શિતા સાથે બહાર આવવું જોઈએ.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube