નવી દિલ્હી  : બોલિવૂડના ખ્યાતનામ પ્રોડ્યુસર રાજકુમાર બડજાત્યાનું ગુરુવારે સવારે નિધન થઈ ગયું છે. રાજશ્રી પ્રોડક્શનના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ સમાચાર આપવામાં આવ્યા છે. રાજકુમાર બડજાત્યાનું બોલિવૂડમાં નોંધપાત્ર પ્રદાન છે. સલમાન ખાનને પ્રેમ તરીકે લોન્ચ કરવાનો શ્રૈય પણ તેમને જાય છે. તેમણે સલમાનને મેંને પ્યાર કિયાથી બ્રેક આપ્યો હતો અને સલમાન પણ બડજાત્યા પરિવારની બહુ નિકટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજશ્રી પ્રોડક્શનના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ દુખદ સમાચાર પોસ્ટ કરતા જણાવવામાં આવ્યું કે બહુ દુખ સાથે જણાવવું પડે છે કે સૂરજ બડજાત્યાના પિતા રાજકુમાર બડજાત્યાનું નિધન થઈ ગયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...