દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની આવી રહી NSDથી હોલીવુડની સફર, જાણો 10 ખાસ વાતો
NSDથી પોતાના સફરની શરૂઆત કરનાર ઇરફાન ખાને બોલીવુડની સાથે સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની ધાક જમાવી હતી. થોડા ભૂમિકામાં જ તેમણે પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા.
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડ્સ્ટ્રીઝના શાનદાર અભિનેતા ઇરફાન ખાનનું આજે નિધન થઈ ગયું છે. આ સમાચારથી બોલીવુડ શોકમાં છે. તેમને પેટમાં ઇન્ફેક્શનને કારણે સોમવારે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આઈસીયૂમાં તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ થોડા સમય પહેલા ડાયરેક્ટર શૂજીત સરકારે ટ્વીટર પર તેમના નિધનના સમાચાર આપ્યા હતા.
NSDથી પોતાના સફરની શરૂઆત કરનાર ઇરફાન ખાને બોલીવુડની સાથે સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની ધાક જમાવી હતી. થોડા ભૂમિકામાં જ તેમણે પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા. ખાને પોતાના કરિયરમાં થિએટરથી ટીવી અને ટીવીથી ફિલ્મો સુધી મોટી સફર કાપી છે. આવો જાણીએ ઇરફાન ખાન વિશે કેટલિક વાતો...
ચંદ્રકાંતા- ચાણક્ય સુધી, નાના પડદા પર પણ ચાલ્યો ઇરફાન ખાનનો જાદૂ
1. ઇરફાન ખાનનો જન્મ 7 જાન્યુઆરી 1967ના જયપુરમાં થયો હતો. તેમના પિતા ટાયરનો બિઝનેસ કરતા હતા. જન્મના સમયે ઇરફાનનું નામ સાહબજાદે ઇરફાન અલી ખાન હતું.
2. ઇરફાનને એમએના અભ્યાસ દરમિયાન જ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં ભણવા માટે સ્કોલરશિપ મળી હતી અને ઇરફાને NSDથી 1984માં અભિનયના ક્ષેત્રમાં પગ મુક્યો હતો. એટલે કે એક્ટિંગની ડિગ્રી લેવા માટે એડમિશન લીધું હતું.
3. એનએસડીના કોર્સ બાદ ઇરફાન ખાને દિલ્હીમાં થિએટર કર્યું, જ્યાં તેમણે ઘણી નામના મેળવી હતી.
4. ત્યારબાદ ઇરફાને દિલ્હીથી મુંબઈની સફર કરવાનો નિર્ણય લીધો. મુંબઈ પહોંચીને ચાણક્ય, ભારત એક ખોજ, સારા જહાં હમારા, બનેગી અપની બાત, ચંદ્રકાંતા અને શ્રીકાંત જેવી સીરિયલમાં કામ કર્યું હતું.
અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ
5. થિએટર અને ટીવીની સીરિયલ્સમાં કામ કરીને ઇરફાને પોતાની ઓળખ મેળવી રહ્યાં હતા ત્યારે ફિલ્મમેકર મીરા નાયરે પોતાની ફિલ્મ સલામ બોમ્બેમાં એક કેમિયો રોલ આપ્યો પરંતુ જ્યારે રિલીઝ થઈ તો તેમનો ભાગ કાપી દેવામાં આવ્યો હતો.
6. ત્યારબાદ વર્ષ 1990માં ઇરફાને ફિલ્મ એક ડોક્ટર કી મોતમાં કામ કર્યું, જેમાં સમીક્ષકોની તેમને પ્રશંસા મળી હતી. ત્યારબાદ ઇરફાને ધ વોરિયર અને મકબૂલ જેવી ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવી.
7. ઇરફાને પ્રથમવાર 2005ની ફિલ્મ રોગમાં લીડ રોલ કર્યો, ત્યારબાદ ફિલ્મ હાસિલ માટે ઇરફાનને તે વર્ષનો બેસ્ટ વિલેનનો ફિલ્મફેયર એવોર્ડ મળ્યો હતો.
8. ઇરફાન ખાને સ્લમડોગ મિલિયનેયર ફિલ્મમાં પણ પોલીસ ઇન્સપેક્ટરની મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને ઘણા પુરસ્કારો મળ્યા હતા. ત્યારબાદ ઇરફાન માટે હોલીવુડના દરવાજા પણ ખુલી ગયા હતા, જ્યાં તેમણે ફિલ્મો કરી હતી.
9. ઇરફાન ખાનને પાન સિંહ તોમર માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. સાથે ભારત સરકાર પરફથી પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું હતું.
10. ઇરફાને 23 ફેબ્રુઆરી 1995ના એનએસડી ગ્રેજ્યુએટ સુપતા સિકંદર સાથે લગ્ન કર્યાં હતા. તેમને બે પુત્ર બાબિલ અને અયાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube