અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ

દેશ જે સમયે મહાસંકટનો સામનો કરી રહ્યો છે, આ વચ્ચે મહાનગરી મુંબઈથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના અભિનયથી જાદૂ કરનાર અભિનેતા ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી.   

Updated By: Apr 29, 2020, 12:39 PM IST
અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ બોલીવુડથી એક દુખના સમાચાર આવ્યા છે. જાણીતા અભિનેતા ઇરફાન ખાનનું નિધન થઈ ગયું છે. ઘણા સમયથી તેઓ બીમાર હતા. મંગળવારે સમાચાર આવ્યા કે કોલોન ઇન્ફેક્શનને કારણે તેમને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે છેલ્લા બે મહિનાથી ઇરફાનની તબીયત વધુ ખરાબ થઈ ગઈ હતી અને નામમાત્રનો સુધાર થઈ રહ્યો હતો. ઇરફાન ખાનનું આમ અચાનક નિધન થતાં બોલીવુડમાં શોકની લહેર દોડી ગઈ છે. ટ્વીટર પર અનેક અભિનેતાઓ, રાજનેતાઓ સહિત તેમના પ્રશંસકો શોક વ્યક્ત કરી રહ્યાં છે.