Salman Khan Death Threat Case: સલમાન ખાનને 30 એપ્રિલે જાનથી મારી નાખશે તેવી ધમકી ભર્યો ફોન સોમવારે સાંજે મુંબઈ પોલીસને એક વ્યક્તિએ કર્યો હતો. આ મામલે ગણતરીની જ કલાકોમાં પોલીસે ધમકી દેનાર વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. મુંબઈ પોલીસનું કહેવું છે કે સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિ સગીર છે તેની ઉંમર માત્ર 16 વર્ષની છે. પોલીસે 16 વર્ષના સગીરની શહાપુરથી ધરપકડ કરી છે. તેને લઈને પોલીસ મુંબઈ આવશે અને અહીં તેને પૂછપરછ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


NMACC લોન્ચ ઈવેન્ટમાં Shloka Mehta એ પહેરી હતી 100 વર્ષ જુની સોનાની સાડી


ઉર્ફી બેભાન ન થઈ જાય ત્યાં સુધી મારતા તેના પિતા, 17 વર્ષની ઉંમરે છોડ્યું ઘર..


'Anupamaa'ના અનુજ કાપડિયાને મળે છે આટલો પગાર, એક એપિસોડની ફી જાણી લાગશે ઝટકો


સલમાન ખાન માટે આ કોલ સોમવારે સાંજે મુંબઈ પોલીસના કંટ્રોલરૂમમાં આવ્યો હતો. આ પહેલા જે ધમકી આપવામાં આવી હતી તે ઇમેલ વડે આપવામાં આવી હતી. તે વખતે સલમાન ખાનના સ્ટાફને નુકસાન પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આ વખતે ડાયરેક્ટ પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી છે. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું હતું કે તે 30 એપ્રિલે સલમાન ખાનને મારી નાખશે. 


મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી સલમાન ખાનને સતત ધમકીઓ મળી રહી છે. તેથી પોલીસ આ મામલાને પણ ગંભીરતાથી લઈ રહી છે. આપેલા સલમાન ખાનને ધમકી ભર્યો ઈ-મેલ કરવામાં આવ્યો હતો. તેમાં ધમકી આપનાર વ્યક્તિનું નામ રોહિત લખવામાં આવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવી ત્યારે મુંબઈની બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.