નવી દિલ્હી: બોલિવૂડના ખેલાડી અક્ષયકુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ હાઉસફૂલ 4 (Housefull 4) ગઈ કાલે 25મી ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ. આ ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. ફરહાદ સામજી દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષયકુમારની સાથે કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ અને પૂજા ગર્ગ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાની નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત અને નિર્મિત છે અને ફોક્સ સ્ટાર સ્ટુડિયો દ્વારા સહનિર્મિત છે. 


બોલિવૂડના અન્ય સમાચારો જાણવા માટે કરો ક્લિક...