નવી દિલ્હીઃ બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' રિલીઝના પ્રથમ દિવસથી બોક્સ ઓફિસ પર છવાયેલી છે. 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મએ કમાણીના મામલામાં બોક્સ ઓફિસ પર ધૂમમચાવી છે. તેનાથી ખ્યાલ આવે છે કે આ ફિલ્મ પસંદ કરવામાં આવી રહી છે. 'મિશન મંગલે' જ્યાં પોતાના ઓપનિંગ ડે પર બોક્સ ઓફિસ પર હંગામો મચાવ્યો હતો, તો 5મા દિવસે પણ તેની અસર જોવા મળી રહી છે. હવે પાંચમાં દિવસના આંકડા પણ સામે આવી ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોક્સ ઓફિસ ઈન્ડિયા પ્રમાણે આ ફિલ્મએ પાંચમાં દિવસે કુલ 8.50 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. આ સાથે 'મિશન મંગલ' 100 કરોડની ક્લબમાં સામેલ થતા અત્યાર સુધી કુલ 105 કરોડની કમાણી કરી લીધી છે. ઇતિહાસના પાનામાં નોંધાયેલી દેશની અંતરિક્ષ યાત્રાની સફળતાને આ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. સ્વતંત્રતા દિવસના અવસર પર રિલીઝ થયેલી અક્ષય કુમારની આ ફિલ્મને દર્શકોનો પ્રેમ મળ્યો છે. જગન શક્તિ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય વિદ્યા બાલન, સોનાક્ષી સિન્હા, તાપસી પન્નૂ, કાર્તિ કુલ્હારી, શરમન જોશી, નિત્યા મેનન, સંજય કપૂર અને જીશાન અયૂબ પણ મહત્વની ભૂમિકાઓમાં છે. 

Video: અમિતાભ બચ્ચન અને ચિરંજીવી સ્ટારર  'સે રા નરસિંહા રેડ્ડી'નું ટીઝર રિલીઝ 


મહત્વનું છે કે અક્ષય કુમારે ઇસરોના વૈજ્ઞાનિક અને મિશનના ડાયરેક્ટર રાકેશ ધવન, વિદ્યા બાલને ઇસરોની વૈજ્ઞાનિક અને પ્રોજેક્ટ ડાયરેક્ટર તારા શિંદે, સોનાક્ષી સિન્હાએ એકા ગાંધી, તાપસી પન્નૂ કૃતિકા અગ્રવાલ, નિત્યા મેનન વર્ષા પિલ્લે, શમરન જોશી પરમેશ્વર નાયડૂ અને અનંત અય્યરે એચજી દત્તાત્રેયની ભૂમિકા ભજવી છે. ફિલ્મની સ્ટોરી ઇસરોના માર્સ પ્રોજેક્ટ પર આધારિત છે, જે 24 સપ્ટેમ્બર 2014ના ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ની ઘણા મહિલા વૈજ્ઞાનિકોએ મંગળ ગૃહની કક્ષામાં સેટેલાઇટ લોન્ચ કરી હતી.