600 એક્ટર્સે લોકોને મત ન આપવાની કરી અપીલ, નસીરૂદ્દીન શાહનું નામ પણ સામેલ
આખા દેશમાંથી 600 જેટલા થીયેટર કલાકારોએ મતદારોને બરાબરી અને સામાજિક ન્યાય માટે મત આપવાની અને બર્બર તાકાતોને હરાવવાનો આગ્રહ કર્યો.
નવી દિલ્હી: આખા દેશમાંથી 600 જેટલા થીયેટર કલાકારોએ મતદારોને બરાબરી અને સામાજિક ન્યાય માટે મત આપવાની અને બર્બર તાકાતોને હરાવવાનો આગ્રહ કર્યો. થીયેટરકર્મીઓએ પોતાના જોઈન્ટ સ્ટેટમેન્ટમાં 'બંધારણ અને ધર્મનિરપેક્ષ તાણાવાણાની રક્ષા' માટે મત આપવાની અપીલ કરી. આ કલાકારોમાં અમોલ પાલેકર, અરુંધતિ નાગ, અસ્તાદ દેબુ, અર્શિયા સત્તાર, દાનિશ હુસૈન, ગિરીશ કર્નાડ, નસીરૂદ્દીન શાહ, એમ. કે. રૈના જેવા કલાકારો સામેલ છે.
નિવેદન મુજબ 'આજે' 'આઈડિયા ઓફ ઈન્ડિયા' જોખમમાં છે. આજે સંગીત, નૃત્ય, હાસ્ય જોખમમાં છે. આજે આપણું બંધારણ જોખમમાં છે. જે સંસ્થાનમાં ચર્ચા ન હોય, તર્ક ન હોય અને અસહમતિ ન હોય તેનો શ્વાસ રૂંધાય છે.
જુઓ LIVE TV
નિવેદન મુજબ "અમારી અપીલ છે કે ધૃણા, નફરત વિરુદ્ધ મત આપો. ભાજપ અને તેમની રેલીઓ વિરુદ્ધ મત આપો. ધર્મનિરપેક્ષ લોકતંત્ર અને સમાવેશી ભારત માટે મત આપો. સમજદારીથી મત આપો."