Shani Gochar: 2025માં શનિનું મહાગોચર, આ 3 રાશિવાળા પર તૂટશે દુ:ખોનો પહાડ, કમનસીબી પીછો નહીં છોડે... બચવા માટે કરો આ ઉપાય!
ન્યાયના દેવતા તરીકે જેમની ગણતરી થાય છે તે શનિદેવ આવતા વર્ષે 2025માં મીન રાશિમાં ગોચર કરશે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. જાણો તે કઈ કઈ રાશિઓ છે.
ન્યાયના દેવતા શનિદેવ 29 માર્ચ 2025ના રોજ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિમાં શનિનું ગોચર કેટલાક રાશિવાળા માટે પરેશાનીવાળું સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ નબળી રહેશે. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. આ દરમિયાન પોતાના માણસો દગો કરે તેવા યોગ છે. વાદ વિવાદથી દૂર રહેજો નહીં તો કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો. જાણો તે રાશિઓ વિશે અને બચવા માટેના ઉપાય પણ જાણો.
કન્યા રાશિ
કન્યા રાશિવાળા માટે શનિનું ગોચર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું નહીં રહે. આ દરમિયાન સ્વાસ્થ્યમાં અનેક ઉતાર ચડાવ જોવા મળી શકે છે. ખાણી પીણીનું ખાસ ધ્યાન રાખજો નહીં તો હોસ્પિટલના ચક્કર કાપવા પડશે. આ ઉપરાંત તમારી વાણી ઉપર પણ સંયમ રાખવો પડશે. નહીં તો કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધ બગડી શકે છે. લગ્ન જીવનમાં ઉતાર ચડાવની સ્થિતિ પણ તમને પરેશાન કરી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો શનિ ગોચર દરમિયાન કોઈ નવી બીમારીની લપેટમાં આવી શકે છે. તમારે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીં તો સ્થિતિ બગડી શકે છે. આળસનો ત્યાગ કરવો પડશે અને શારીરિક પરિશ્રમ પર ધ્યાન આપવું પડશે. જુલાઈથી નવેમ્બર 2025 વચ્ચે ખાસ કરીને બીમારી પ્રત્યે સચેત અને સાવધાન રહો. અન્ય કૌટુંબિક મુદ્દાઓને લઈને પણ પરેશાન રહેશો. ખાસ કરીને પ્રોપર્ટી સંલગ્ન વિવાદ તૂલ પકડી શકે છે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે પણ શનિનું ગોચર કષ્ટદાયી રહી શકે છે. આ દરમિયાન કોઈ કામમાં સફળતા મેળવવા માટે આકરી મહેનત કરવી પડશે. પરિવારમાં ઉતાર ચડાવની સ્થિતિ રહેશે. જીવનસાથીને સ્વાસ્થ્ય સંલગ્ન સમસ્યાઓ પરેશાન કરી શકે છે. પરિવારમાં કઈક અસંતુલન થઈ શકે છે અને ધન ભેગુ કરવામાં સમસ્યા રહી શકે છે.
બચવા માટેના ઉપાય
શનિના પ્રકોપથી બચવા માટે દર શનિવારે શનિ મંદિરમાં સરસવનો કે તલના તેલનો દીવો પ્રગટાવો. આ સાથે જ શનિદેવ સંબંધિત ચીજોનું દાન અવશ્ય કરો.
Disclaimer:
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos