ડ્રગ્સ કેસઃ ભારતી અને હર્ષને મોટો ઝટકો, કોર્ટે બંન્નેને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા
આજે બંન્ને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેને ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે.
નવી દિલ્હીઃ એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં ફરી એકવાર ડ્રગ્સનો મામલો છવાયો છે. કોમેડિયન ભારતી સિંહની શનિવારે એનસીબીએ ગાંજો લેવાના આરોપમાં ધરપકડ કરી હતી. તેના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરવામાં આવી હતી. આજે બંન્ને પતિ-પત્નીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્યાં બંન્નેને ઝટકો લાગ્યો છે. કોર્ટે ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે બંન્નેને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. હવે ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ આગામી 4 ડિસેમ્બર સુધી જેલમાં રહેશે. એનસીબીએ ન્યાયિક કસ્ટડીની માગ કરી હતી. પરંતુ ભારતી અને હર્ષે પોતાની જામીન અરજી કોર્ટમાં આપી દીધી છે. આગામી સુનાવણી સોમવારે થશે. હર્ષ અને ભારતીની સાથે જે બે ડ્રગ પેડલર્સોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે.
એનસીબીએ આજે કિલા કોર્ટમાં ભારતી અને હર્ષને રજૂ કર્યા હતા. ભારતી અને હર્ષ પર ગાંજો લેવાનો આરોપ છે અને આ બંન્નેની એનડીપીએસ એક્ટની કલમ 37 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube