નવી દિલ્હી: ઓસ્કાર અને ગ્રેમી એવોર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહેમાન અને લિરિક્સ રાઇટર પ્રસૂન જોશીએ હાથ મિલાવ્યો છે. ભારતની કોરોના વાયરસ વિરૂદ્ધ લડાઇને સેલિબ્રેટ કરવા માટે આ બંનેએ એક ગીત બનાવ્યું છે. ગીતનું ટાઇટલ છે હમ હાર નહી માનેંગે. ગીતને આશા, સકારાત્મકા અને મોટિવેશન ફેલાવવાના ઉદ્દેશ્યથી લખવામાં અને કંપોઝ કરવામાં આવ્યું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ટ્રેક માટે સમગ્ર ભારતના સંગીતકારો એકઠાં થયાં હતાં. આવા કલાકારોમાં ક્લિન્ટન સેરેજો, મોહિત ચૌહાણ, હર્ષદીપ કૌર, મિકા સિંહ, જોનિતા ગાંધી, નીતિ મોહન, જાવેદ અલી, સિદ શ્રીરામ, શ્રૃતિ હસન, શાશા તિરુપતિ, ખતિજા રહેમાન અને અભય જોધપુરકરનો સમાવેશ થાય છે. ભારતના જાણિતા તાલવાદક શિવામણી, સિતારવાદક અસદ ખાન અને બાઝની નિષ્ણાત મોહિની ડે પણ આ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે.


આ ઇમોશનલ ગીત આપણને યાદ અપાવે છે છે કે કઇ રીતે આ લડાઇમાં તમામ એકસાથે ઉભા છે. ગીત અહેસાસ કરાવે છે કે આપણે આ કપરા સમયમાં એકસાથે છીએ અને આપણે એકસાથે જ આ સંકટમાંથી ઉગરી જઇશું. આ ગીત આ પડકારજનક પરિસ્થિતિમાં જાજ્વલ્યમાન થઈ રહેલી દયા, આશા, સહાય, હિંમત અને કાળજી જેવી અનેક સંવેદનાઓને ઉપસાવે છે. આ ગીતની કલ્પના આશા, હકારાત્મકતા અને પ્રેરણાના ભેરીનાદ તરીકે કરવામાં આવી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર