આમિર ખાને રૂસો બ્રધર્સને આપી ડિનર પાર્ટી, ભરપેટ જમાડ્યું ગુજરાતી ભાણું, એક્સ વાઇફ કિરણ પણ પહોંચી
આ ડિનર દરમિયાન આમિરની એક્સ વાઇફ કિરણ રાવ પણ જોવા મળી. તાજેતરમાં કિરણ અને આમિર એકસાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આમિરે કિરણ સાથે છુટાછેડાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.
Aamir khan: રૂસો બ્રધર્સ હાલ નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન'ના પ્રમોશનલ ટૂર માટે ભારત આવ્યા છે. ફિલ્મ 22 જુલાઇના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થઇ રહી છે, જેમાં રયાન ગોસલિંગ, ધનુષ અને ક્રિસ ઇવાન્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. 20 જુલાઇના રોજ આ જોડીએ નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન'નું પ્રીમિયર આયોજિત કરવામાં આવ્યું, જેના માટે તેમણે આમિર ખાનને ઇનવાઇટ કર્યા હતા. પરંતુ હાલ લાલ સિંહ ચઢ્ઢાની રિલીઝમાં હવે થોડા જ અઠવાડિયા બાકી છે. જેના લીધે આમિરનું શિડ્યૂલ ખૂબ ટાઇટ છે. એવામાં તે ફિલ્મના પ્રિમિયર પર પહોંચી શક્યા નહી.
ગુજરાતી દાવત આપીને કરીને ભરપાઇ
આમિર ખાન 'ધ ગ્રે મેન' ના પ્રીમિયર પર પહોંચી શક્યા નહી, એટલા માટે તેમણે તેની ભરપાઇ કરવા માટે તે કામ કર્યું જે એક ભારતીય કરે છે. જોકે આમિર ખાને રૂસો બ્રધર્સ અને ધનુષને નેટફ્લિક્સના 'ધ ગ્રે મેન' ના ક્રૂ સાથે ડીનર પર બોલાવ્યા. આમિર ખાન, જે ગુજરાતી ભોજનના શોખીન છે, પોતાના ઘરે એક શાનદાર ગુજરાતી ડિનરની મેજબાની કરી, જેના માટે તેમણે ગુજરાતી ભોજન બનાવવા માટે બહારથી શેફ બોલાવ્યો હતો. જોકે આમિર ખાન ઇચ્છતા હતા કે રૂસો બ્રધર્સ ટ્રેડિશનલ ગુજરાતી વિશિષ્ટતાનો સ્વાદ ચાખે, તેમની ટોપ ફેવરિટ છે. પોતાના મહેમાનોને ઓથેંટિક ગુજરાતી ક્યૂઝીન્સ સાથે ટ્રીટ કરવા માટે લાલ સિંહ ચઢ્ઢાના એક્ટરે ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી અલગ-અલગ શેફને આમંત્રિત કર્યા.
આવું તો રણવીર જ કરી શકે...કેમેરા સામે રણવીરે ચડ્ડી સુધ્ધા કાઢી નાખી, ઇન્ટરનેટ પર મચી ગઇ બબાલ
એક્સ વાઇફ કિરણ રાવ પણ થયા સામેલ
આ ડિનર દરમિયાન આમિરની એક્સ વાઇફ કિરણ રાવ પણ જોવા મળી. તાજેતરમાં કિરણ અને આમિર એકસાથે ઘણીવાર સ્પોટ કરવામાં આવ્યા છે. ગત વર્ષે આમિરે કિરણ સાથે છુટાછેડાની જાહેરાત કરી બધાને ચોંકાવી દીધા હતા.
બોલીવુડના આ અભિનેતાએ પોતાના પ્રાઇવેટ પાર્ટને ઓશિકા વડે સંતાડ્યો, ફોટો જોઇ મલાઇકાએ કરી આવી કોમેન્ટ
તમને જણાવી દઇએ કે આમિર ખાનની લાલ સિંહ ચઢ્ઢા રિલીઝ થવામાં થોડા જ અઠવાડિયા બાકી છે. હદયને સ્પર્શનાર ટ્રેલરના લોન્ચને લઇને શાનદાર સાઉન્ડ ટ્રેકની રિલીઝ સુધી, ફિલ્મની દરેક વસ્તુ દર્શકોમાં ઉત્સાહ વધારી રહી છે. નિર્માતાઓએ તાજેતરમાં જ કહાનીના ગીતનું પહેલો મ્યૂઝિક વીડિયો જાહેર કર્યો હતો જેને દેશભરમાં પસંદ કરવામાં આવી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube