સીરિયલ કિસર કહેવાતા Aamir Khan ને જુહીએ કિસ કરવાની ના પાડી હતી, આખરે કેમ...?
- આમિર ખાનને બોલિવુડના અસલી સીરિયલ કિસર કહેવાય છે. તેમણે લગભગ પોતાની તમામ ફિલ્મોમાં કો-સ્ટારને કિસ કરી છે
- ફિલ્મના સેટ પર આમિરે જુહીની સાથે એવી હરકત કરી હતી કે, જેને જોઈને જુહી ચાવતા આગબબૂલા થઈ ગઈ હતી
ઝી મીડિયા/બ્યૂરો :આમિર ખાન પોતાના વિવાદાસ્પદ એક્શન અને નિવેદનોથી સતત સમાચારમાં રહે છે. આમિર ખાનનો આજે 14 માર્ચના રોજ જન્મદિવસ (Aamir Khan birthday) છે. આ પ્રસંગે આજે તેમની પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા કેટલાક રસપ્રદ કિસ્સા જાણવા જેવા છે. આમિર ખાન (Aamir Khan) ને બોલિવુડના અસલી સીરિયલ કિસર કહેવાય છે. તેમણે લગભગ પોતાની તમામ ફિલ્મોમાં કો-સ્ટારને કિસ કરી છે. પરંતુ આમિર ખાનનો અનુભવ ત્યારે ખરાબ થઈ ગયો હતો, જ્યારે જુહી ચાવલા (juhi chawla) એ તેમને કિસ કરવાની ના પાડી હતી.
આ પણ વાંચો : વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક, મૃત પામેલો જ્યોતિષ જીવતો નીકળ્યો
આમિર ખાન અને જુહી ચાવલાને ફિલ્મ ‘કયામત સે કયામત તક’ (Qayamat se Qayamat Tak) થી બોલિવુડમા ઓળખ મળી હતી. ફિલ્મના એક સીનમાં આમિરે જુહીને કિસ કરવાની હતી. પરંતુ જુહીએ આવુ કરવાનું ના પાડી હતી. ફિલ્મનું ગીત ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ...’ માટે કિસિંગ સીન ફિલ્માવાના હતો, પરંતુ જુહીના ના પાડવાથી ડાયરેક્ટર મન્સુર ખાન ભડકી ગયા હતા. તેમણે તમામ ક્રુ મેમ્બર્સને બેસી જવા કહ્યું હતું. આખરે ડાયરેક્ટરનો ગુસ્સો જોઈને જુહી ચાવલા માની ગયા હતા.
તમને જણાવી દઈએ કે, આમિર ખાન અને જુહી ચાવલાએ બીજી એક ફિલ્મ ઈશ્કમાં પણ સાથે કામ કર્યું હતું. પરંતુ ફિલ્મના સેટ પર આમિરે જુહીની સાથે એવી હરકત કરી હતી કે, જેને જોઈને જુહી ચાવતા આગબબૂલા થઈ ગઈ હતી. તેમણે અંતે આમિર સાથે ભવિષ્યમાં ક્યારેય કામ કરવાની પાડી હતી.
આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું
હકીકતમાં, આમિરે જુહીને કહ્યું કે, તેમને જ્યોતિષ વિદ્યા આવડે છે. તેઓ હાથ જોવાનું પણ જાણે છે. આ વાત જાણીને જેમ જુહીએ પોતાનો હાથ બતાવ્યો હતો, તો આમિર તેમના હાથ પર થૂંકીને ભાગી ગયા હતા. આખરે જુહી આ મજાક સહન કરી શકી ન હતી, અને ગુસ્સામાં લાલ થઈ ગઈ હતી. એટલુ જ નહિ, તેમણે આમિર સાથે ફિલ્મની શુટિંગ કરવાની પણ ના પાડી દીધી હતી.