વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું

સેલવાસના દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને પાડોશી શખ્સે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ ગઈ છે. આરોપી નરાધમ ઘરની બહાર રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો, અને તેણે ફ્લેટની બહાર જ તેની લાશ ફેંકી દીધી હતી. ત્યારે દીકરીનુ મોત જીરવી ન શકનાર પિતાએ પણ મોત વ્હાલુ કર્યું છે. 

Updated By: Mar 13, 2021, 10:12 AM IST
વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું

નિલેશ જોશી/સેલવાસ :સેલવાસના દાનહના નરોલીમાં શુક્રવારે બપોરે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને પાડોશી શખ્સે તેના શરીરના ટુકડા ટુકડા કરી ફેંકી દેવાની ઘટનાથી અરેરાટી ફેલાઇ ગઈ છે. આરોપી નરાધમ ઘરની બહાર રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો, અને તેણે ફ્લેટની બહાર જ તેની લાશ ફેંકી દીધી હતી. ત્યારે દીકરીનુ મોત જીરવી ન શકનાર પિતાએ પણ મોત વ્હાલુ કર્યું છે. 

સેલવાસમાં 3 વર્ષની બાળકીની હત્યા બાદ તેના પિતાનું મોત નિપજ્યું છે. દીકરીના ઘટનાના આઘાતને લઈ પિતાએ ફિનાઇલ પીને મોતનો રસ્તો અપનાવ્યો છે. સારવાર બાદ પિતાનું મોત નિપજ્યું છે. ત્યારે પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. એક તરફ બાળકીની હત્યા, ને બીજી તરફ પિતાનું મોત. ખૂબ જ દુઃખદ ઘટનાથી નરોલી વિસ્તાર સમસમી ઉઠ્યું છે. 

શુક્રવારના બપોરના રોજ બાળકી ગુમ થઈ હતી. જેના બાદ રાત્રે તેની લાશ મળી આવી હતી. જેનાથી પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી બાદ એક ફ્લેટના ટોઈલેટની બારીનો કાંચ તૂટેલો દેખાતા એ ફ્લેટમાં રહેતા સંતોષ રજત નામના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.  

આ પણ વાંચો : ગુજરાતમાં બાળકોની સલામતી ક્યાં? 3 વર્ષની બાળકીની હત્યા કરી તેના ટુકડા કોથળામાં ભરીને ફેંક્યા

રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો
આરોપી નરાધમ એટલો ક્રુર હતો કે, તે બપોરે ઘર પાસે રમતી બાળકીને ઉપાડીને લઈ ગયો હતો. તે બાળકીને પોતાની ફ્લેટમાં લઈ ગયો હતો. જ્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના બાદ તેની હત્યા કરી હતી. એટલુ જ નહિ, ઠંડા કલેજે હત્યા કર્યા બાદ નરાધમ બિન્દાસ્ત સૂઈ ગયો હતો. પાડોશીઓ જ્યારે બાળકીને શોધી રહ્યા હતા ત્યારે કંઈ જાણતો ન હોવાનો ડોળ તેણે કર્યો હતો. 

અસ્તવ્યસ્ત પડ્યો હતો આરોપીનો રૂમ 
પોલીસે આરોપીના રૂમની અંદર તપાસ કરી તો ઠેરઠેર લોહી વિખેરાયેલું જોવા મળ્યું હતું. જેથી કથિત આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આરોપીએ પોતાના ફ્લેટના બાથરૂમની બારીમાંથી બાળકીની લાશને થેલામાં ભરી ડોકયાર્ડમાં ફેંકવાનો પ્રયાસ કરતો હતો. તે દરમિયાન સ્થાનિક લોકોએ જોઈ લીધો હતો. 

આ પણ વાંચો : વ્હાલસોયી દીકરીની દુષ્કર્મ બાદ થયેલી હત્યા જીરવી ન શકનાર પિતાએ ફિનાઈલ પીને મોત વ્હાલુ કર્યું 

સ્થાનિકોમાં રોષ વ્યાપી ઉઠ્યો
આ ગોઝારી ઘટના બનતા સોસાયટીના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઉશ્કેરાયેલા લોકટોળાએ પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. પોલીસે હાલ ટોળાને શાંત પાડી વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડીંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો અને આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવું જણાવી રહ્યા હતા. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને લઈ તુરંત પોલીસ મથકે જવા રવાના થઈ હતી.

આ પણ વાંચો : વિશ્વાસ ન થાય તેવો કિસ્સો રાજકોટમાં બન્યો, 13 વર્ષની કિશોરી પર 12 વર્ષના બે કિશોરોનું સામૂહિક દુષ્કર્મ 

કોણ છે આરોપી
સેલવાસના નરોલી વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા અંગેની જાણ મોડી સાંજે પ્રદેશના લોકો સુધી સોશિયલ મીડિયાની માધ્યમથી થઈ હતી. ઘટનાને પગલે લોકોમાં આરોપી સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આરોપી નરોલીની એક કંપનીમાં નોકરી કરે છે.